SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮. વી.આઈ.પી. રૂમ (પેરુ-દ.અ.) આર્જેન્ટિનાના પાટનગર બોનોઝ આઈરિસથી પેરુના પાટનગર લિમા જતાં મેં અને મારાં પત્નીએ અમારી પાસે રહેલું વિદેશી ચલણ ગણી જોયું. ભારત સરકારે રોજના હિસાબે કુલ દિવસોની ગણતરી કરીને આપેલું ચલણ ધાર્યા કરતાં વધુ વપરાઈ ગયું હતું. બોનોઝ આઈરિસમાં એરપોર્ટ જવા માટે બસને બદલે અમારે ટેક્સી કરવી પડી તેમાં ઘણું ચલણ વપરાયું એ તો ખરું, પણ બીજા એક પ્રસંગે પણ ત્યાં અણધાર્યો ખર્ચ થઈ ગયું હતું. અમારા એક લેટિન અમેરિકન મિત્રે એક પ્રકારનો પરિચય અમને કરાવ્યો. એમને ભારત વિશે કેટલુંક જાણવું હતું, એટલે પોતાને ઘરે બપોરે જમવા માટે નિમંત્રણ આપ્યું. તેઓ હોટેલ ઉપર અમને પોતાની કારમાં તેડવા આવ્યા. દૂર પરામાં એમને ઘરે અમે ગયાં. તેમની સાથે જમ્યાં. ભારત વિશે નિરાંતે ઘણી વાતો થઈ. એવામાં એમને અચાનક કોઈક મોટા માણસ મળવા આવ્યા, પરંતુ અમારે પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. એટલે તેઓ મહેમાનને બેસાડી અમને મૂકવા માટે અમારી સાથે નીચે ઊતર્યા, પરંતુ અમને હોટેલ ઉપર મૂકવા આવવાની બાબતમાં તેઓ દ્વિધામાં પડી ગયેલા જણાયા. એમની મુશ્કેલી અમે સમજી ગયાં. હોટેલ ઉપર મૂકવા આવવા માટે અમે એમને ના પાડી, એટલે પોતાની ગાડી ચાલુ કરવાને બદલે રસ્તા પર જતી એક ટેક્સી એમણે ઊભી રખાવી. અમને એમાં બેસાડી ટેક્સીવાળાને એમણે પોતાની સ્પેનિશ ભાષામાં અમારી હોટેલનું નામ અને સરનામું કહ્યું. ૨૮૮ ૯ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy