SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ કૃષ્ણાબહેનની સૂચના ગભરાવે એવી હતી, પરંતુ અમે મથ્ય- પિચ્છ જવા ઉત્સુક હતાં. પેરુના લિમાં શહેરમાં પહોંચીને અમે બધી તપાસ કરી લીધી અને એક ટ્રાવેલ કંપની દ્વારા મ-પિછુ જવા માટે નામ નોંધાવી દીધાં. ટ્રાવેલ કંપનીએ પણ અમને કુસ્કો જઈને તરત આરામ કરવાની સલાહ આપી. અમે લિમાથી કક્કો ગયાં. ઍરપૉર્ટ પર ઊતરી મોટરમાં બેસી હોટેલમાં ગયાં. રૂમમાં જઈને સીધા પથારીમાં જ લંબાવી દીધું. બેસવાનું કે રૂમમાં હરફર કરવાનું પણ ટાળ્યું. પૂરો આરામ કરી સાંજે અમે શહેરમાં લટાર મારવા નીકળ્યા. કુસ્કો નાનું શહેર છે. એની પ્રાચીનતા એનાં મકાનો, રસ્તાઓ અને આદિવાસી માણસોના ચહેરા ઉપરથી દેખાઈ આવતી હતી. અમે એક બજારમાં ગયાં. ત્યાં હાથ-બનાવટની ચીજો વેચાતી હતી. પાસે પાસે આવેલી હાટડીઓ માલસામાનથી ખીચોખીચ હતી. વેપારીઓમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે હતી. ઘેરવાળા ચણિયા, લાંબી બાંયનાં પોલકાં, ઉપર ભરતકામ, લાંબા ચોટલા કે અંબોડા, ભરવાડોનાં જેવાં હાથપગનાં ઘરેણાં, ચામડીનો રંગ અને મુખાકૃતિ, બોલવાનો લહેકો – એ બધામાં અમને ભારતીય અણસાર વરતાતો હતો. જે દુકાને અમે જઈએ તે દુકાનની માલિક સ્ત્રી પોતાની ચીજવસ્તુઓ બતાવવાને બદલે મારાં પત્નીની સાડી અને ઘરેણાં વિશે પૂછપરછ કરતી. અલબત્ત, આ બધું ઈશારાથી થતું, કારણ કે અમને એકબીજાની ભાષા આવડતી નહોતી. બીજે દિવસે અમે કુસ્કોની આસપાસ આવેલા કેટલાક સાંસ્કૃતિક અવશેષો જોઈ આવ્યાં. અમારી સાથે એક ઈટાલિયન યુગલ હતું. તે અંગ્રેજી બોલતું હતું એટલે અમે રાજી થયાં. કંઈક વાત નીકળતાં ઈટાલિયન યુવતીએ કહ્યું, “અમે સાત દિવસથી કુસ્કોમાં છીએ.” એમ ? અહીં એટલું બધું જોવાનું છે ?' અમે પૂછ્યું. “ના, અમે હજુ આજે પહેલી વાર કુસ્કોના સાંસ્કૃતિક અવશેષો જોવા નીકળ્યાં છીએ.” “તો આટલા બધા દિવસ શું કર્યું ?' અમે હૉસ્પિટલમાં હતાં. અમારો કાર્યક્રમ અસ્તવ્યસ્ત થઈ ગયો છે. પહેલે દિવસે કક્કો પહોંચીને તરત જ અમે બજારમાં ફરવા નીકળી પડ્યાં. આ થોડાક પરિશ્રમને પરિણામે તે દિવસે બપોરે અમને સખત બેચેની લાગવા માંડી. માથું સખત દુખવા આવ્યું. રસ્તામાં ચાલતાં મારા પતિને ચક્કર આવ્યા ૨૯૯ ૯ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy