SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોર્જિયા, આર્મેનિયા અને આઝરબૈજાનનાં રાજ્યોને જોડતી આશરે બારસો કિલોમીટર લાંબી આ પર્વતીય હારમાળા યુરોપ અને એશિયાના ખંડોને જુદા પાડે છે. પ્રાચીન કાળમાં કોકેઝિયન જાતિના સફેદ ચામડીવાળા લોકો ક્રમે ક્રમે સમગ્ર યુરોપમાં પ્રસરી ગયા. એ જાતિનું નામ આ પર્વતમાળા સાથે સંકળાયેલું છે. બીજી બાજુ નજ૨ કરતાં કાળો સમુદ્ર દેખાતો હતો. બારસો કિલોમીટર લાંબા આ બંધિયાર સમુદ્ર (Inland Sea)ના કિનારે રૂમાનિયા, બિલ્વેરિયા, યુક્રેઇન, રશિયા, જ્યોર્જિયા અને તુર્કસ્તાન આવેલાં છે. આ બધાં રાજ્યો વચ્ચે સમુદ્રના જળવિસ્તાર ઉપર સરસાઈ મેળવવા માટે ભૂતકાળમાં વખતોવખત નાનાંમોટાં ઘણાં યુદ્ધો ખેલાયાં છે. ઓગણીસમા સૈકામાં, સામસામા કિનારે આવેલાં રશિયા અને તુર્કસ્તાન વચ્ચે તો દરિયામાં નૌકાસેનાઓ વચ્ચે વારંવાર લડાઈઓ થતી રહી અને વીસમી સદીમાં ઠેઠ બીજા વિશ્વયુદ્ધ સુધી તે ચાલ્યા કરી હતી. અનેક સૈનિકોનાં લોહી આ સમુદ્રમાં રેડાયાં છે. આથી જ અપશુકનિયાળ મનાતા આ સમુદ્રનું નામ કાળો સમુદ્ર' પડી ગયું હતું. હજુ પણ કોઈ કોઈ વાર નાનાં છમકલાં અને ચાંચિયાગીરીના બનાવો આ સમુદ્રમાં બનતા રહે છે. અગાશીમાંથી ચારે બાજુનું નિરીક્ષણ કર્યા પછી અમને એમ લાગ્યું કે “ભૂતકાળમાં વખતોવખત યુદ્ધના રક્તથી ખરડાયેલી આ ભૂમિની શાંતિ માટે અહીં બેસીને આપણે પ્રાર્થના કરવી જોઈએ.” મૌનપૂર્વક ઊભા ઊભા શાંતિથી મનમાં પ્રાર્થના કર્યા પછી એમ પણ થયું કે શા માટે બેસીને પ્રાર્થના ન કરવી જોઈએ ? બૂટ-ચંપલ કાઢી અમે પાંચે જણ નીચે બેસી ગયા. સામાન્ય રીતે અહીં કોઈ પ્રવાસી આવું ન કરે. સૌ કોઈ અહીં અગાશીમાં આવે, ચારેબાજુ ઊભાં ઊભાં, ફરતાં ફરતાં જુએ, ફોટા પાડે અને નીચે ઊતરી જાય. અમે પલાંઠી વાળીને બેઠા. પ્રાર્થનામાં શું બોલીશું ? નક્કી થયું કે નવકારમંત્ર, લઘુ શાંતિ, મોટી શાંતિ, ભક્તામર સ્તોત્ર અને આત્મસિદ્ધિ બોલવાં. અને છેલ્લે દુઃખલય માટે ચાર લોગસ્સનો કાઉસગ્ગ કરવો. અમે એક પછી એક સ્તોત્ર બુલંદ કંઠે બોલવા લાગ્યા. કોઈ અપૂર્વ ઉલ્લાસ અનુભવાતો હતો. થોડી વારમાં કેટલાક પ્રવાસીઓ આવ્યા. વાતો કરતાં કરતાં અને પગરખાંના અવાજ સાથે તેઓ અગાશીમાં દાખલ થયા. ત્યાં અમને જોતાં જ તેઓ શાંત થઈ ગયા. તેઓને માટે અમારી પ્રાર્થનાનું દશ્ય અસામાન્ય હતું. કેટલાક કુતૂહલથી પાસે આવીને ઊભા રહ્યા. કેટલાકે પોતાની પાછળ આવી રહેલા બીજા પ્રવાસીઓને શાંત રહેવા નાકે તર્જની માઉન્ટ આબુન ઝાક ૧૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy