SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ અડાડી ભલામણ કરી. કોઈક તો અમારી બાજુમાં આવીને શાંતિથી બેસી ગયા અને બે હાથ જોડી સાંભળવા લાગ્યા. એક ભાવસભર દૃશ્ય બની ગયું. ભક્તામર સ્તોત્ર અને આત્મસિદ્ધિ જેવી દીર્ઘ કૃતિઓને કારણે અમારી પ્રાર્થના ઠીક ઠીક સમય ચાલી. છેવટે ચાર લોગસ્સનો કાઉસગ્ગ કરી અમે ઊભા થયા. કોઈક પ્રવાસીઓએ જિજ્ઞાસાથી પૂછ્યું કે ‘અમે શું ગાતા હતા અને શા માટે ?’ અમે કહ્યું, ‘Prayer for World Peace.' અમારા ઉત્તરથી તેઓ પ્રભાવિત અને રાજી થયા. પગરખાં પહેરી, ફરી એક વાર ચારે બાજુનાં દૃશ્યોનું અવલોકન કરી અમે નીચે ઉતર્યા. ટૅક્સીમાં બેસી હોટેલ પર આવી ગયા. ઠીક ઠીક મોડું થઈ ગયું હતું, થાક્યા હતા અને ભૂખ પણ લાગી હતી. લંચ લઈને અમે લૉબીમાં આવીને બેઠા. સાંજે આસપાસ ફરવા ક્યાં જવું તેનો વિચાર કરતા હતા એવામાં એક વડીલ મિત્રદંપતી ત્યાં આવ્યું. મિત્રે મને પ્રશ્ન કર્યો, ‘૨મણભાઈ, સવારે કેમ તમે બધા દેખાયા નહિ ?' ‘અમે માઉન્ટ આખુન ગયા હતા.' ‘મજાક ન કરો, માઉન્ટ આબુન તો બંધ છે. રસ્તો ખરાબ છે.' ‘ના, રસ્તો ખરાબ નથી, બહુ સાંકડો છે. ટૅક્સી જઈ શકે છે. અમે ટૅક્સીમાં જઈ આવ્યા.' ખરેખર ? તો અમને કહેવું હતું ને ? અમે પણ સાથે આવત !' ‘અમને શી ખબર કે તમારે આવવું હશે ? અમે તો નક્કી થયું કે તરત ઊપડ્યા.’ ‘તમારી વાત સાંભળી અમને બહુ અફસોસ થાય છે. સોચી આવ્યા પણ આખુન ન જોયું. શું લીધું ટૅક્સીવાળાએ ?’ ‘સો ડૉલર લીધા.’ ‘એ તો બહુ કહેવાય !' ‘જોવું હોય તો એટલા આપવા પડે. એક તો અહીં ટૅક્સી મળે નહિ. હોટેલ દ્વારા ફોન કરીને ટૅક્સી બોલાવીએ તો પાંચ-દસ કિલોમીટર દૂરથી આવે તેના આવવા-જવાના વધારાના મોંમાગ્યા ડૉલર આપવા પડે. કોઈની ખાલી થતી ટૅક્સી હોય તો સસ્તી પડે, અને તરત કામ થાય. અમે એવી એક ટૅક્સીવાળાને પૂછ્યું અને એણે કહ્યું કે આખુન જઈ શકાય છે એટલે અમે તરત બેસી જ ગયા. અને જોઈ આવ્યા.’ ‘કેવું છે ?’ Jain Education International ૧૬૪ * પ્રવાસ-દર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy