SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ અમારી ગાઈડે કહ્યું, “વળી હોટેલના સ્ટાફે પણ કહ્યું કે માઉન્ટ આબુન કોઈ બસ જતી નથી. કારણ કે રસ્તો ખરાબ અને જોખમી છે. “હા, એ વાત સાચી છે કે રસ્તો જોખમી છે. એ રસ્તે હમણાં બસ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે; પણ ટૅક્સી ત્યાં જઈ શકે છે.' અમે તરત નિર્ણય લઈ લીધો કે આખુન જવાતું હોય તો જવું જ છે. ટૅક્સીના ભાવ ઘણા વધારે લાગ્યા, પણ જવું એટલે જવું. ટૅક્સી ચાલી. કાળા સમુદ્રના કિનારે કિનારે બાંધવામાં આવેલા રસ્તે અમે આગળ વધ્યા. પછી ટેક્સીએ આખુન બાજુ વળાંક લીધો. ચઢાણવાળો રસ્તો ચાલુ થયો. બંને બાજુ લીલાંછમ વૃક્ષો હતાં. ઝાડી ગીચ હતી. વાત કરતાં કરતાં આખુનની બસસેવા બંધ થઈ જવાનું મૂળ કારણ ટૅક્સી ડ્રાઇવર પાસેથી જાણવા મળ્યું. સાંકડા અને વળાંકોવાળા ઘાટ જેવા આ રસ્તામાં થોડા દિવસ પહેલાં કેટલાક અમેરિકન પ્રવાસીઓ આવેલા. એ વખતે બે બસ એકબીજી સાથે અથડાતાં કોઈક પ્રવાસીને સહેજ વાગી ગયેલું. એણે સોવિયેટ સરકાર પર મોટી રકમનો દાવો માંડ્યો. એવો દાવો સોવિયેટ સરકાર શાની મંજૂર કરે ? પણ એણે આખુનની બસસેવા તરત બંધ કરી દીધી. વળી ટૅક્સી ડ્રાઇવરે કહ્યું કે “રસ્તો ખરાબ છે એટલે એવું નથી કે તૂટી ગયો છે, કે બગડી ગયો છે. રસ્તો જોખમી છે, કારણ કે સાંકડો છે અને પર્વતની ટોચ પર પહોંચતાં ઘણા બધા વળાંકો આવે છે. પણ ગાડી ચલાવવાની દષ્ટિએ ઠેઠ સુધી તે સારો છે. સામસામી બે ટૅક્સી આવે તો બંનેએ ધીમે પડી જવું પડે. પછી એક ઊભી રહે અને બીજી નીકળી જાય. કોઈ વખત એવું પણ બને કે સામસામે પસાર ન થઈ શકાય તો વાહન થોડું આગળપાછળ કરીને નીકળવું પડે.” અમે આખુન પર્વત પર આવ્યા. રશિયામાં કોકેસસ પર્વતની હારમાળામાં સમુદ્રની સપાટીથી લગભગ અઢી હજાર ફૂટની ઊંચાઈ ધરાવતા આ પર્વતનું ભૂતકાળમાં લશ્કરી દૃષ્ટિએ ઘણું મહત્ત્વ હશે એમ જણાય છે. પર્વતની ટોચ પર વિશાળ સપાટ જમીનમાં કિલ્લો છે. તેમાં વચ્ચે ઉત્તુંગ ટાવર જેવી કાળા પથ્થરની રચના કરવામાં આવી છે. આસપાસના દેશના લશ્કરી નિરીક્ષણ માટે જ આ Observation Tower બનાવેલો લાગ્યો. એમાં દાખલ થઈ અંદરથી લગભગ દોઢસો જેટલાં પગથિયાં ચડી અમે એની અગાશીમાં પહોંચ્યા. માથે સવારનો તડકો હતો, પણ શીતલ હવાને લીધે તે એટલો લાગતો નહોતો. એક બાજુ ક્ષિતિજ પર કોકેસસ પર્વતની હારમાળાનાં કેટલાંક શિખરો દેખાતાં હતાં. રશિયા, ૧૬૨ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy