SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ આ બધા તો બહુ કડક નિયમો કહેવાય. શું બધા એનું બરાબર પાલન કરે ?' અમે પ્રશ્ન કર્યો. “બિલકુલ; ખાવાની બાબતમાં જેનાથી ન રહેવાય તે છૂટ લે, પણ એવા લોકો ઓછા, અહીં એવા પણ લોકો છે કે છત્રીસ કલાક ખાય નહિ એટલું જ નહિ, પાણી સુધ્ધાં પીએ નહિ. અવરજવરની બાબતમાં પહેલાં એરપૉર્ટ, બંદરો અને હોટેલોને છૂટ અપાતી હતી, પરંતુ પ્રવાસીઓને લાવવા – લઈ જવામાં આખો દિવસ અવરજવર રહેતી. એ નિમિત્તે સ્ટાફના અને બીજા માણસોને પણ છૂટ આપવી પડતી. કેટલાક છૂટ લઈ લેતા. ચેપિ જેવું લાગે નહિ. હવે લગભગ છત્રીસ કલાક એરપોર્ટ અને બંદરો સદંતર બંધ રહે છે. હોટેલોની બહાર કોઈ જઈ શકે નહિ. હોટેલોમાં રૂમ સિવાય બીજી બધી લાઈટ બંધ રાખવી પડે. હવે તો એરપોર્ટ અને હોટેલોના કર્મચારીઓ પણ જોપિમાં ભાગ લઈ શકે છે.' આટલો લાંબો વખત લોકો ઘરમાં કરે શું ? કંટાળી ન જાય ?' “ના. એટલો સમય લોકો ઘરમાં પણ સંપૂર્ણ મૌન પાળે. પ્રભુનું ધ્યાન ધરે. મનન-ચિંતન કરે. પોતાના દોષોનું અવલોકન કરે. કારણ વગર ઘરમાં ઊઠબેસ કે અવરજવર ન કરે. અનિવાર્ય હોય તો ઇશારાથી કામ કરે. ઘણું જ કઠિન છે, પણ લોકો પૂરી શ્રદ્ધાપૂર્વક એને માટે મનથી તૈયાર હોય છે. એક કરે એટલે બીજા કરે, એમ પરસ્પર પ્રભાવ પડે છે. છૂટ લેનારની ટીકા- નિદા થાય છે. કેટલાક ઘરમાં થોડી છૂટ લેતા હશે, પણ ઘરની બહાર તો કોઈ જ ન નીકળે.' - ચેપિનું આવું વર્ણન સાંભળી અમે એ દિવસની ઉત્સુકતાપૂર્વક રાહ જોવા લાગ્યા. અમારી હોટેલના ઘણા પ્રવાસીઓ વિદાય થવા લાગ્યા. છત્રીસ કલાક હોટેલમાં પુરાઈ રહેવું પડે એવું કેટલાકને ન ગમે કે ન પોસાય, પરંતુ અમારી જેમ કેટલાક પ્રવાસીઓ ચેપિ માટે જ રોકાયા હતા. અમે જોપિનો દિવસ આવે તે પહેલાં બાલીમાં આસપાસના પ્રદેશોમાં ફર્યા, વિવિધ પ્રકારનાં નૃત્યો જોયાં, મંદિરોમાં દર્શન કર્યા. બાલીએ પોતાના સાંસ્કૃતિક વારસાને સારી રીતે જાળવી રાખ્યો છે. એ બધાંનો વિગતે અભ્યાસ કરવો હોય તો ઘણો સમય જોઈએ. - બાલીનાં જુદાં જુદાં નગરોમાં ફરતાં એની કેટલીક લાક્ષણિકતાઓ નિહાળવા મળી. થોડે થોડે અંતરે. મંદિર તો હોય જ. પેપિના દિવસોમાં ઘેર ઘેર રેંજોરે (Penjore)ની રચના કરવામાં આવી હતી. પેજરે એટલે વાંસની બનાવેલી આકૃતિ. દરેક ઘરના આંગણામાં જમીનમાં ખાડો ખોદીને ૩૮ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy