SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ કરવામાં આવે છે. એમાં લોકો સર્વશક્તિમાન ઈશ્વરની પૂજા-અર્ચના, સ્તુતિ વગેરે કરીને, દેવદેવીઓની મૂર્તિઓ લઈને શોભાયાત્રામાં નીકળે છે. દરેક ગામના ચોકમાં પૂજાવિધિ થાય છે, નૈવેદ્ય ધરાય છે. પછી મંદિરનાં દેવદેવીની મૂર્તિઓ તથા ઉપકરણોને મોટી પાલખીમાં લઈ જઈને નદી કે સમુદ્રના પાણીમાં શુદ્ધ કરાય છે, કારણ કે સમુદ્રના (જલના) દેવતા વરુણ છે અને વરુણ તે શિવના અવતાર છે એમ અહીં મનાય છે. વરુણદેવ બધાં અનિષ્ટ તત્ત્વોને નિર્મળ કરે છે.” હોટેલમાં અસુરના વિકરાળ પૂતળાની બાજુમાં બોર્ડ ઉપર મોટા અક્ષરે છાપીને ચૅપિ વિશેની માહિતી તથા એ દિવસે હોટેલમાં શું શું બંધ રહેશે એ વિશેની સૂચનાઓ લખવામાં આવી હતી. અમે રૂમમાં સામાન મૂકી સ્વસ્થ થઈ લૉબીમાં આવ્યા. બૉર્ડની વિગતો સમજાવતાં યુવાંગે કહ્યું, બાલીવાસી હિંદુઓ પાંચ પ્રકારના યજ્ઞમાં માને છે : દેવયજ્ઞ, મનુષ્યયજ્ઞ, ઋષિયજ્ઞ, પિતૃયજ્ઞ અને ભૂતયજ્ઞ. ચૅપિના દિવસોમાં મુખ્યત્વે ભૂતયજ્ઞ થાય છે. ચેપિના ઉત્સવ માટે જે ચાર મુખ્ય નિયમો પાળવામાં આવે છે તે આ પ્રમાણે છે : (૧) આમાટી લેલુગાન (લોલુહાન) - એટલે ઘરની બહાર ન જવું. અવરજવર ન કરવી. (૨) આમાટી કાર્યા - એટલે કોઈ કાર્ય કરવું નહિ. નોકરી ધંધો કરવાં નહિ. હળવા મળવાનાં વ્યાવહારિક કાર્યો ન કરવાં. ઘરમાં પણ અનિવાર્ય હોય તેટલી જ પ્રવૃત્તિ કરવી. તે દિવસે મંદિરે ન જતાં ઘરમાં જ પ્રાર્થનાભક્તિ કરી લેવી. (૩) આમાટી અગેનિ (અગ્નિ) - એટલે અગ્નિ પ્રગટાવવો નહિ. ઘરમાં રસોઈ વગેરે માટે અગ્નિ સળગાવવો નહિ. વસ્તુત: તે દિવસે રસોઈ કરવી નહિ. મીણબત્તી સળગાવવી નહિ. તેલનો દીવો કરવો નહિ. ટોર્ચ કે લાઇટ વાપરવી નહિ. વીજળીથી ચાલતાં કોઈ સાધનો વાપરવાં નહિ. નાનાં બાળકો કે વૃદ્ધ-અશક્ત માટે ખાવાનું અનિવાર્ય હોય તો આગલે દિવસે બનાવી લેવાનું, શક્ય હોય ત્યાં સુધી ઉપવાસ કરવાનો. (૪) આમાટી લોલાંગવાન - એટલે આનંદપ્રમોદની કોઈ પ્રવૃત્તિ કરવી નહિ. ટી.વી. ન જોવાય, પાનાં ન રમાય, દારૂ ન પિવાય, ગીત-નૃત્યાદિ ન થાય, વાજિંત્ર ન વગાડાય. બ્રહ્મચર્યનું પાલન કરવાનું.” બાલીમાં બેસતું વર્ષ ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy