________________
વળી યુવાંગે કહ્યું, “બાલીમાં અત્યારે “ચેપિ” (Nyepi)ના ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. “ચેપિ' એટલે નવું વર્ષ. “હરિ રાયા' એટલે મોટો ઉત્સવ. તમને “હરિ રાયા ચેપિ'ના બોર્ડ ઠેર ઠેર જોવા મળશે.”
હોટેલમાં દાખલ થતાં જ લૉબીમાં કેન્દ્રસ્થાને એક મોટું વિકરાળ પૂતળું હતું. જાણવા મળ્યું કે જેપિના ઉત્સવ માટે આ પૂતળું હમણાં મૂકવામાં આવ્યું છે. એ દૈત્ય અથવા અસુરનું પૂતળું છે. અનિષ્ટ તત્ત્વનું એ પ્રતીક છે. એને અહીં લોકો “ઓગોહ ગોહ' કહે છે. અસુરની ભારતીય હિંદુ વિભાવના અહીં બાલીમાં પણ એ જ પ્રમાણે જોવા મળે છે. મોઢું ખુલ્લું હોય, થોડા મોટા તીક્ષ્ણ દાંત બહાર આવ્યા હોય, મોટી મોટી લાલચોળ આંખો હોય, ચાર હાથ હોય અને હાથમાં શસ્ત્ર હોય, એક પગ ઉપાડ્યો હોય એવી ભયંકર આક્રમક આકૃતિ કાગળ, લાકડાં વગેરેમાંથી બનાવવામાં આવે છે અને એનો રંગ પણ એવો જ ઘેરો રાખવામાં આવે છે. આઠ દસ કે બારેક ફૂટનાં આવાં બિહામણાં પૂતળાં આખા બાલીમાં દરેક ગામ કે શહેરમાં ચૉક આગળ રાખવામાં આવે છે, ક્યાંક તો એકસાથે બેત્રણ “ઓગોહ” ગોઠવવામાં આવ્યા હોય છે. નગરો વચ્ચે “ઓગોહ”ની સ્પર્ધા થાય છે. અને સારામાં સારા “ઓગોહ”ને નિર્ણાયકો ઇનામ આપે છે. નાના છોકરાઓ પણ પોતાનો જુદો નાનો “ઓગોહ' બનાવે છે.
અમાસની બપોરથી સમગ્ર બાલીમાં ઠેર ઠેર “ઓગોહ ગોહ”નું સરઘસ નીકળે છે. જાડા વાંસના પાંચ-છ ઊભા અને આડા દાંડાની “ઠાઠડી' ઉપર ઓગોહને ઊભો ગોઠવવામાં આવે છે. ગામના પચીસેક પુરુષો એને ઊંચકીને ચાલે છે. કેટલાક માણસો આગળ મશાલ લઈને નીકળે છે અને નૃત્ય કરતા જાય છે. લોકો ઢોલનગારાં વગાડે, ઘંટનાદ કરે, મોટા મોટા પોકારો કરે, શક્ય તેટલો વધુ અવાજ અસુરને બિવડાવીને ભગાડવા માટે કરે છે. એમ કરતાં કરતાં તેઓ ગોહને ગામ બહાર નદીકિનારે કે સમુદ્રકિનારે લઈ જાય છે. ત્યાં “ઓગોહની દહનક્રિયા થાય છે, સૂર્યાસ્ત થતાં પહેલાં દૈત્યને બાળવામાં આવે છે. નવું વર્ષ આવતાં પહેલાં અનિષ્ટ તત્ત્વને વિદાય આપવામાં આવે છે. ત્યાર પછી પુરુષો સ્નાન કરી, શુદ્ધ થઈને નગરમાં વાજતેગાજતે પાછા ફરે છે. આપણે ત્યાં દશેરાના દિવસે જેમ રાવણના પૂતળાને બાળવામાં આવે છે તેમ અહીં નવા વર્ષના આગમન પૂર્વે અનિષ્ટ તત્ત્વને વિદાય આપવાના પ્રતીક તરીકે સેંકડો “ઓગોહ'ને બાળવામાં આવે છે. યુવાંગે કહ્યું કે “ચેપિના પર્વ પહેલાં “મેલાસ્તિ' નામની ધર્મક્રિયા
૩૭ જ પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org