SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ બે ઘણા વિશાળ અને ભવ્ય બાથ છે. દુનિયામાં હજુ સુધી આવા બાથ બીજે ક્યાંય કોઈ હોટેલની અંદર જોવા મળ્યા નથી. અમે હોટેલમાં પહોંચી, રૂમમાં ચા-પાણી કરી, કિમોનો પહેરી નીકળ્યા. કપડાં ઉતારી જંગલબાથમાં નાહવા ગયા. ત્યાં લગભગ દોઢસો જેટલા પુરુષો, કેટલાક પોતાનાં નાનાં છોકરા સાથે સ્નાન કરવા આવ્યા હતા. બધાં વસ્ત્રરહિત હતાં. આ હોટેલમાં જંગલબાથમાં ખરેખર જંગલ જેવું આબેહૂબ દૃશ્ય રચવામાં આવ્યું છે. એમાં નાળિયેરીનાં કેટલાંક વૃક્ષ ઉગાડવામાં આવ્યાં છે. ઉપરાંત વિવિધ પ્રકારનાં નાનાંમોટાં વૃક્ષો, ફૂલ-છોડ, વેલા વગેરે પણ ઉગાડવામાં આવ્યાં છે. એમાં નાહવા માટે એક નહિ પણ સાતેક નાનામોટા, ઘૂંટણ કે કમર સુધીના પાણીવાળા હોજ બનાવવામાં આવ્યા છે. કોઈકમાં પાણી એકદમ ગરમ છે, કોઈકમાં માફકસરનું છે અને કોઈકમાં ઠંડું છે. આ ઉપરાંત કોઈક હોજમાં પાણીમાં નીચે નાના લીસા પથરા અને કાંકરા રાખવામાં આવ્યા છે કે જેથી એમાં નહાતી અને ચાલતી વખતે પગનાં તળિયાં લીસા કાંકરાને અડે અને નદીમાં હોઈએ એવો કુદરતી અનુભવ થાય. કોઈક હોજમાં વચ્ચે રમવા માટે મેરી-ગો રાઉન્ડ, લપસણી, સી-સો, હીંચકા વગેરેની રચના કરવામાં આવી છે. કોઈક ઠેકાણે મસાજ માટે હારબંધ આઠ-દસ નળમાંથી ધોધની જેમ પાણી પંદરેક ફૂટ ઊંચેથી સતત પડે છે. જેમણે જોરથી પડતા પાણી વડે મસ્તક, ડોક, કમ્મર કે હાથપગે માલિસ કરવું હોય, તે આવા નળ નીચે ઊભા રહે છે. એક જગ્યાએ નાનાંમોટાં સૌને માટે મોટી લપસણી કરવામાં આવી છે, જેમાં વહેતાં પાણી સાથે માણસ ઉપરના હોજમાંથી બારેક ફૂટ નીચે, નીચેના હોજમાં લસરી શકે છે. આ જગંલબાથમાં એક જગ્યાએ ગરમ રેતીનો અખાડો કરવામાં આવ્યો છે. તેમાં ઠંડી અને નીચે જતાં વધુ અને વધુ ગરમ એવી ભીની રેતી રાખવામાં આવી છે. જો રેતીનો શેક લેવા ઈચ્છતા હોય તેમાં સૂઈને પોતાનું આખું શરીર રેતીથી ઢાંકી દે છે અને એ રીતે શેક લઈ શકે છે. જેમ વધારે ગરમી જોઈએ તેમ પાવડા વડે રેતી વધારે ઊંડે સુધી ખસેડીને સૂઈ શકાય છે. રેતીનો શેક લીધા પછી, શેક લેનારા માટે બાજુમાં બીજા બે જુદા હોજ રાખવામાં આવ્યા છે. પહેલા હોજમાં નાહીને શરીરે ચોંટેલી રેતી કાઢી નાખવાની હોય છે તે પછી ચોખ્ખા પાણીના હોજમાં ફરી વાર નાહવાનું હોય છે. હોજની રચના જ એવી ક્રમબદ્ધ કરવામાં આવી છે કે રેતીસ્નાન કર્યા પછી પૂરા સ્વચ્છ થયા પછી જ બીજા કોઈ હોજમાં નાહવા જઈ શકાય છે. રેતીસ્નાન ઉપરાંત ઉષ્ણસ્નાન કે વરાળસ્તાનની કર પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy