SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ઈચ્છા હોય તેમને માટે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ( વિશાળ પાયા ઉપર કરેલી આ રચનામાં જંગલ જેવું વાતાવરણ કરેલું છે. સિંહ, હરણ, હાથી, ગાય, બકરી વગેરે પ્રાણીઓનાં મોટાં રંગબેરંગી પૂતળાં બનાવીને વૃક્ષોની વચ્ચે મૂકવામાં આવ્યાં છે. એક હોજમાં વચ્ચે માછલીઘર પણ બનાવવામાં આવ્યું છે. બીજા એક હોજ પાસે જાપાની પદ્ધતિનો (જાપાનમાં મિયાજીમામાં સમુદ્રના પાણીમાં છે તેવો) લાકડાનો લાલ રંગનો દરવાજો પણ બનાવવામાં આવ્યો છે. એક હોજની વચ્ચે ધ્યાનસ્થ બેઠેલા ભગવાન બુદ્ધની મોટી પ્રતિમા છે, જે યંત્ર વડે ચારેય દિશામાં સતત ફરતી રહે છે. જંગલબાથની આખી રચના એક વિશાળ જગ્યામાં કરવામાં આવી છે, અને તે ઘણા ઊંચા, અર્ધવર્તુળાકાર, પારદર્શક છાપરા વડે બંધ કરવામાં આવી છે. તેમાં વચ્ચે ક્યાંય થાંભલો નથી. આખો જંગલબાથ એરકન્ડિશન્ડ છે. દૂષિત હવા પંખા વડે સતત બહાર કઢાય છે. જંગલબાથમાં નાહતાં પહેલાં કે નાહ્યા પછી તેમણે સાબુથી નહાવું હોય તેમને માટે ઠંડા અને ગરમ પાણીના નળ છે. હજામત કરવી હોય તેમને માટે ત્યાં સાબુ, બ્રશ અને અસ્ત્રા પણ રાખવામાં આવ્યાં હોય છે. પુરુષોના બાથની અંદર સાફસૂફીનું કામ સતત ચાલ્યા કરતું હોય છે, અને એ કામ માટેની સ્ત્રીને પણ નોકરીએ રાખવામાં આવી છે. આટલા બધા નગ્ન પુરુષો વચ્ચે કામ કરતી એ સ્ત્રીઓ કેટલી સાહજિકતાથી પોતાનું કામ કરતી હોય છે ! બાથની બહાર વિશાળ ખંડમાં માથામાં નાખવાનું તેલ, ક્રીમ, શેવિંગ લોશન, હેર-ડ્રાયર, મસાજ-ચેર્સ, કીમતી ચીજવસ્તુ મૂકવા માટે લોકર્સ, વજન કરવાના કાંટા, ઠંડાં અને ગરમ પીણાં તથા બિસ્કિટ વગેરે જોઈએ તો તે માટેનાં ઓટોમેટિક સ્લોટ મશીનો, સમય પસાર કરવા માટે રંગીન ટી.વી. સેટ, રમતગમતનાં સાધનો, ટી.વી. ગેમ્સ ઈત્યાદિની સુવિધા પણ સુગિનોઈનો જંગલબાથ એટલે કે જાણે કોઈ બાદશાહી યોજના. એમાં સ્નાન કરવા જનાર એનાથી પ્રભાવિત થયા વિના રહે જ નહિ. દૃષ્ટિપૂર્વકનું આયોજન કેટલું સરસ હોઈ શકે તેનો આ એક ઉત્તમ નમૂનો છે. ' (પાસપોર્ટની પાંખે-૧) દિગંબર સ્નાન % ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy