SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પગરખાં ગોઠવનાર (જાપાન) જાપાનમાં હિરોશિમા પાસે કુરે નામનું ગામ છે. મિટુટોયો નામની કંપનીનું ત્યાં વિશાળ કારખાનું છે. મિટુટોયો જાપાનની આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતી કંપની છે. જાપાનમાં તથા ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં જુદાં જુદાં સ્થળે એનાં ઘણાં કારખાનાં છે. અગાઉથી નક્કી કરીને કરેના કારખાનાની મુલાકાતે અમે પાંચ મિત્રો ગયા હતા. કારખાનામાં પ્રવેશતાં જ અમે જોયું કે એની વડી કચેરીની બહાર જાપાની ધ્વજ ઉપરાંત ભારતીય ધ્વજ પણ તે દિવસે ફરકાવવામાં આવ્યો હતો. ઓફિસમાં પણ ટેબલ ઉપર નાનકડા જાપાની અને ભારતીય ધ્વજ મૂકવામાં આવ્યા હતા. વિદેશના મહેમાનોનું સ્વાગત કરવાની જાપાની લોકોની આ એક પ્રશસ્ય પ્રણાલિકા છે. જાપાની રિવાજ મુજબ સૌ પ્રથમ અમને ઓશિબોરું આપવામાં આવ્યું. ઓશિબોરું એટલે વરાળ નીકળતા ગરમ પાણીમાં બોળેલો અને વીંટાળીને રાખેલો ટર્કિશ રૂમાલ. એ રૂમાલ વડે મોઢું સાફ કરતાં તાજગી અનુભવાય છે. જાપાનમાં મહેમાનોને સૌ પ્રથમ ઓશિબોરું આપવામાં આવે છે. ગરમી હોય તો કોલનવૉટરવાળા ઠંડા પાણીમાં બોળેલું ઓશિબોરું અપાય છે. ઓશિબોરું પછી અમને ઓચા આપવામાં આવી. ઓચા એટલે એક પ્રકારની લીલી ચા. તેનો લીલા રંગનો ભૂકો ગરમ પાણીમાં ઉકાળીને અપાય છે. તેમાં દૂધ અને સાકર નખાતાં નથી. આ લીલું ગરમ પ્રવાહી એ ૬૪ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy