SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ જાપાનીઓનું પ્રિય પીણું છે. આપણે જે ચા પીએ છીએ તેને જાપાનમાં કોચા કહેવામાં આવે છે. જાપાનમાં ઘણા લોકો તેમાં દૂધને બદલે લીંબુ નિચોવીને પીએ છે. ઓચા અને કોચા એ બંનેનો સ્વાદ કેળવીએ તો આપણને પણ તે ભાવે. ઓચા પછી અમારા માટે સેન્ડવિચ અને કૉફી આવ્યાં. કારખાનાના મૅનેજરના મદદનીશ જેવો પચ્ચીસેક વર્ષનો એક યુવાન મૅનેજરની સૂચનાનુસાર અમારે માટે આ બધી વસ્તુ લાવવામાં ઉત્સાહપૂર્વક દોડાદોડી કરી રહ્યો હતો. મૅનેજરે કારખાના વિશે અમને બધી માહિતી આપી. કારખાનામાં જુદી જુદી જાતનાં માપ લેવા માટેનાં ઓજારો બનાવવામાં આવે છે. દર મહિને નિર્ધારિત ઉત્પાદન અવશ્ય થાય જ છે કેમ કે મજૂરોના પક્ષે કે વ્યવસ્થા વિભાગના પક્ષે સમયનો જરા પણ બગાડ થતો નથી. મૅનેજરે કહેલી આ વાતનો અમને પ્રત્યક્ષ અનુભવ પણ થયો. સૌપ્રથમ જે એક વિભાગની અમે મુલાકાત લીધી ત્યાં જોયું કે એકસાથે બસો કરતાં પણ વધુ કારીગરો કામ કરતા હતા, છતાં કોઈ અંદર અંદર વાતચીત કરતું નહોતું. કોઈએ અમારી સામે નજ૨ સુધ્ધાં કરી નહિ. પોતાને સોંપાયેલું કામ કામદારો ત્યાં પૂરેપૂરી નિષ્ઠાથી કરતા હતા. ત્યાર પછી અમે બીજા એક વિભાગમાં દાખલ થયા. સૂક્ષ્મતમ માપ માટેનાં યંત્રોનો આ આખો વિભાગ એરકન્ડિશન્ડ હતો. એટલે અમારે અમારાં બૂટ-ચંપલ બહાર કાઢવાં પડ્યાં. બદલામાં અમને રબરનાં સ્લિપર આપવામાં આવ્યાં. કારખાનામાં બહારની ધૂળ કે ઝીણી રજકણ પેસી ન જાય તે માટે આ વ્યવસ્થા હતી. એ વિભાગમાંથી અમે જ્યારે બહાર નીકળ્યા ત્યારે અમારું તરત ધ્યાન પડ્યું કે ગમેતેમ કાઢેલાં અમારાં બૂટ-ચંપલ કોઈકે બરાબર એવી વ્યવસ્થિત રીતે હારબંધ ગોઠવેલાં હતાં કે બહાર નીકળતાં તે સીધાં આપણા પગમાં પહેરાય. પહે૨વા માટે અવળા ફરવું ન પડે. જાપાનમાં ઘ૨ની બહાર પગરખાં કાઢવાની આ એક જુદી જ પ્રણાલિકા છે. જાપાનમાં લોકો ઘરમાં દાખલ થતી વખતે અવળા ફરીને પગરખાં કાઢે છે, જેથી બહાર જતી વખતે અવળા ફરવું ન પડે. આંગણાંમાં ગમેતેમ પડેલાં પગરખાં માટે જાપાનીને અણગમો હોય છે. વ્યવસ્થિત ગોઠવેલાં પગરખાં એ જાપાનીના કુટુંબસંસ્કારનું એક આગવું લક્ષણ છે. અમે કારખાનાના બીજા એક વિભાગની મુલાકાત લીધી. ત્યાંથી પાછાં ફરતાં પણ જોયું કે અમારાં પગરખાં કોઈકે વ્યવસ્થિત ગોઠવી દીધાં હતાં. પગરખાં ગોઠવનાર * ૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy