SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જનતા માટે તે છે. આ બધી હોટેલોમાંથી અને શહેરના રહેવાસીઓમાંથી જેમને ત્યાં નહાવા જવું હોય તે જઈ શકે છે. ત્યાં તમે બરાબર ધારીને નજર કરો.” અમે ત્યાં નજર કરી તો એક કુંડમાં નિર્વસ્ત્ર સ્ત્રીઓ અને પુરુષો કશા પણ ક્ષોભ કે સભાનતાના ભાવ વિના સ્વાભાવિકતાથી સાથે સ્નાન કરી રહેલાં દેખાયાં. થોડી થોડી વારે એક પછી એ સ્ત્રી કે પુરુષ આવે, તરત બધાં વસ્ત્ર ઉતારે અને કુંડમાં નાહવા દાખલ થાય. અમારા જાપાની મિત્રે કહ્યું, “અહીં જાપાનમાં આ રીતે સ્ત્રી અને પુરુષો એક જ હોજમાં વસ્ત્રવિહીન સ્નાન કરે એની અમને જરાય નવાઈ નથી.' કિનુગાવા કરતાં કાવાજી શહેર વધુ ઊંચાઈએ આવેલું છે. પ્રમાણમાં તે નાનું અને શાંત છે. ત્યાંની નૈસર્ગિક શોભા કિનુગાવા કરતાં કંઈક વિશેષ ભવ્ય છે. કાવાજીથી અમે નિકોનો ધોધ જોઈ ટોક્યો પાછા ફર્યા. ત્યાંથી હવે અમારો કાર્યક્રમ દક્ષિણમાં આવેલા જાપાનના ક્યુશુ ટાપુના પ્રવાસે જવાનો હતો. ત્યાં બેડુ ટાપુનું બેડુ શહેર, આસો જ્વાળામુખી, કુમામોટોનો કિલ્લો અને નાગાસાકી શહેર જોવા અમે જવાનાં હતાં. બેખુ એ ઠરી ગયેલા વાળામુખી ઉપર વસેલું શહેર છે. આજે પણ ત્યાં ઘણે સ્થળે ચોવીસ કલાક સતત ધુમાડા નીકળ્યા કરે છે. આ શહેર એના વિવિધ પ્રકારના ગરમ પાણીના ઝરા (જાપાની શબ્દ છે “જીગોકુ', એનો અર્થ થાય છે નરક) માટે પ્રખ્યાત છે. બેઠુમાં એની સૌથી વિખ્યાત હોટેલ તે “સુગિનોઈ' હોટેલ છે. શહેરના ઊંચામાં ઊંચા વિસ્તારમાં ડુંગરના ઢોળાવ ઉપર તે બાંધવામાં આવી છે. અડોઅડ આવેલાં ત્રણ વિશાળ મકાનમાં તે કરેલી છે. સુગિનોઈ હોટેલ પોતે જ એપ્પનું એક જોવા જેવું સ્થળ છે. હોટેલો કેવી હોઈ શકે તેનો તે એક વિલક્ષણ નમૂનો છે. આ હોટેલમાં યૂઝિયમ, થિયેટ૨, પિક્સર-હાઉસ, આર્ટ ગેલેરી, ડાન્સિંગ હોલ, બગીચો, સ્વિમિંગ પુલ, સ્લોટ મશીનોવાળો એમ્યુઝમેન્ટ વિભાગ, દુકાનો, રેસ્ટોરાં, ગરમ પાણીના બાથ વગેરે બધા વિભાગો જોતાં જ અડધો દિવસ લાગે. આ હોટેલનું એક મહત્ત્વનું લક્ષણ તે એના બાથ છે. કિનુગાવા કે કાવાજીમાં હોટેલોમાં ગરમ પાણીમાં નાહવા માટે સ્ત્રીઓ માટે અને પુરુષો માટે એમ બે સાદા હોજ છે. અહીં સુગિનોઈ હોટેલમાં તો આવા ચારેક સાદા પણ આકર્ષક રચનાવાળા હોજ તો છે જ, જે ચોવીસ કલાક ખુલ્લા રહે છે. પરંતુ તે ઉપરાંત અહીં “જંગલબાથ” અને “ફ્લાવરબાથ” નામના દિગંબર સ્નાન ઉ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy