SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ માટે હું લાવ્યો છું. તમે તમારી જિંદગીમાં કદાચ આ બ્રાન્ડનો શેપેઇન ચાખ્યો નહિ હોય. તમને કાયમ યાદ રહી જાય એવી આ ચીજ છે.' એમ કહીને એમણે એ બાટલાના લેબલ ઉપર લખેલી વિગતો તરફ અમારું ધ્યાન દોર્યું. પરંતુ અમને ન રસ હતો એ વિગતોમાં કે ન રસ હતો શેપેઇનમાં. તો વળી તેમના પ્રેમભાવનો અનાદર કરવાનું પણ યોગ્ય ન હતું. એટલે એમણે આપેલો બાટલો સ્વીકારી તેમનો ખૂબ ખૂબ આભાર માની પછી મેં હળવેથી કહ્યું, “તમારી ભેટ અમને પહોંચી ગઈ છે. અમને આ ભેટ અને તમારો સાવ કાયમ યાદ રહેશે; પરંતુ અમારી એક વિનંતી સ્વીકારો. અમે કોઈ દારૂ પીતાં નથી. અમે જિંદગીમાં ક્યારેય દારૂ ચાખ્યો નથી, એટલે આ બાટલાનો અમારે કશો જ ઉપયોગ નથી. તમારા બીજા કોઈ મિત્રને તમે એ આપી શકશો.” અમે દારૂ પીતાં નથી એમ જાણીને તેમને બહુ આશ્ચર્ય થયું. અમે ભેટ ન સ્વીકારી તેથી તેમને થોડો ક્ષોભ થયો. અમને પણ થોડો ક્ષોભ થયો. પરંતુ અમારો ભાવ તેઓ બરાબર સમજી શક્યાં તેથી અમને ગમ્યું. થોડી વાર પછી તેઓ બધાં અમારી વિદાય લઈ પાર્કિંગ વિસ્તાર તરફ ચાલ્યાં. - અમારી બીજી બાજુના એક ટેબલ પર બેઠેલા એક યુરોપિયન સજ્જન આ બધું દશ્ય જોઈ રહ્યા હતા. એમણે કહ્યું, “તમારે શેમ્પઇનનો એ બાટલો લઈ લેવો જોઈતો હતો. તમે બીજા કોઈને આપી શક્યા હોત. આ તો બહુ કીમતી દારૂ છે. બજારમાં જલદી એ મળતો નથી. તમે મને એ વેચાતો આપ્યો હોત તો હું પણ એ લઈ લેવા તૈયાર હતો.' મેં કહ્યું, “અમે દારૂ પીતાં નથી અને બીજાને પિવડાવતાં પણ નથી. અમે જાણીએ છીએ કે અમારી આ વાત બધા લોકોને સમજાય એવી નથી. એ માટે લોકો અમને અણસમજુ ગણે તેનો પણ અમને વાંધો નથી. પરંતુ અમે તેમાં શ્રદ્ધાપૂર્વક માનીએ છીએ.' એમણે કહ્યું, “તમે સાચા હશો. મને તમારા જેવા લોકોની નવાઈ લાગે છે. પરંતુ એટલી જ નવાઈ આવો મોંઘો શેપેઇન દારૂ પેલા માણસે તમને ભેટ આપવાનું વિચાર્યું તેની પણ લાગે છે.' હા, મને પણ એની નવાઈ લાગે છે. માણસ આવા મોંઘા દારૂનો અકબંધ મોટો બાટલો પોતાની સાથે ગાડીમાં ફેરવે અને જરાક પરિચય બીજાને ભેટ આપવાનો વિચાર કરે એ જેવીતેવી વાત નથી.' મેં કહ્યું. અનોખી ભેટ * ૧૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy