SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ તેમના લેખકને મોકળે મને પ્રશંસ્યા છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી લેખકને ‘સાચા પ્રવાસી’ અને પાસપોર્ટની પાંખેમાં સંગૃહીત પ્રવાસલેખોમાં ‘એમનું વૈશિષ્ટય એમના જીવન-અભિગમમાં, રુચિવિષયોમાં તથા લખાણની રીતિશૈલીમાં વર્તાય છે, એવું કહે છે, અને તે ભાવકો માટે સ્વીકાર્ય બની રહે છે. ચંદ્રવદન મહેતાની દૃષ્ટિએ પાસપોર્ટની પાંખે ‘એક જુદી ભાત પાડનારી... લખાવટ’ ધરાવતો ‘અનોખો પ્રવાસગ્રન્થ’ છે. ‘આપણી દૃષ્ટિમર્યાદા વિકસાવે એવું લખાણ છે. આપણે જ સાચા, બીજા ખોટા- એવા મમત્વથી મુક્ત કરાવે તેવી માહિતી છે... અહીં ક્યાંક આડકથાઓ છે, શિલ્પ, સાહિત્ય, વિચિત્ર રીતરિવાજ, સંસારમાં બનતા ન માનવામાં આવે એવા રિવાજ, ક્યાંક કોઈને મોઢે કે ગાઈડબૂકોમાં ન જાણવા મળે એવી વિગતો... આ નોંધપોથી નથી, ડાયરી પણ નથી, આત્મકથા પણ નથી, ક્યાંક ખબર ન પડે એવી બોધકથા પણ છે, જ્ઞાનગોષ્ઠિ પણ છે, જીવનમીમાંસા પણ છે... તટસ્થ, સૌમ્ય, રસપ્રચુર વિનોદવાટિકાઓથી સમૃદ્ધ આ અનુભવકથા’ છે. (પુરોવચન પાસપોર્ટની પાંખે-૧) ચી. ના. પટેલને પાસપૉર્ટની પાંખે ‘લલિત નિબંધો’ના સંગ્રહ સમો પ્રવાસગ્રંથ લાગ્યો છે. લેખકને પ્રવાસોમાં જે અનુભવો થયેલા તે તેમણે ‘એવા તાદશ પુનર્જીવિત કર્યા છે કે... વાચકને થશે કે જાણે પોતે એ પ્રવાસોમાં ડૉ. શાહના સહપ્રવાસી હતા...' પ્રવાસકથામાં ‘ઐતિહાસિક માહિતી ભૌગોલિક લાક્ષણિકતાઓનું સવિગત વર્ણન... પ્રવાસનિબંધો માહિતીસભર... વિષયોનું વૈવિધ્ય... સારી ટૂંકીવાર્તામાં હોય એવું આશ્ચર્યતત્ત્વ... નાટ્યાત્મક પરિસ્થિતિનું આલેખન... છે. અનામીની દૃષ્ટિએ પાસપોર્ટની પાંખે ‘એક રમણીય, ચેતોહ૨ પ્રવાસગ્રંથ' અને તેના લેખક ‘ગુજરાતી પ્રવાસસાહિત્યના પ્રથમ પંક્તિના લેખક... સ્વસ્થ-પ્રાજ્ઞ પ્રવાસી’ છે. તેમાં ‘માનવસ્વભાવનું વૈવિધ્ય અને વૈચિત્ર્ય ઠેર ઠેર જોવા મળે છે... ક્યાંક-કારુણ્ય...ક્યાંક રમૂજ... આલેખન તાદ્દશ, રોચક, પ્રભાવક અને હૃદયસ્પર્શી... ભાષામાં ક્યાંય કશે કઠે કઠે કે કષ્ટ આપે તેવી કઠોરતા કે ક્લિષ્ટતા નથી... પ્રમોદ પમાડે તેવી પ્રવાહિતા ને પ્રાસાદિકતા દક્ષ અભિવ્યક્તિ એક ઉત્તમ વાર્તાકારની સર્જકતાનો ઉન્મેષ દાખવતી પ્રવાસલેખકની શક્તિનું દર્શન થાય છે.’ (પુરોવચન, પાસપોર્ટની પાંખે : ઉત્તરાલેખન--ભા.૨) ... Jain Education International વિવેચકો અને વાચકો દ્વારા ઘણા પ્રશંસિત આ પ્રવાસલેખો અને તેમના લેખક ડૉ. રમણલાલ ચી. શાહનું ગુજરાતીના પ્રવાસસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. જગતના વિવિધ દેશોની બહુરૂપી પ્રકૃતિ અને સંસ્કૃતિની વિવિધ 27 ... For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy