SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ બાજુઓનું તે અલપઝલપ પણ સુખ-સુંદર-સંવેદ્ય- સાક્ષાત્કારક દર્શન સુપેરે કરાવે છે. જગતમાં ક્ષોભપ્રદ અને દુખદાયક ઘણું છે, તો આનંદદાયક અને સુખપ્રદ પણ ઓછું નથી – એ સત્યને તે હૃદ્ય રૂપમાં પ્રગટ કરે છે. માનવી અને જગતની વાસ્તવિકતા તેમાં ચારુ કલ્પના, સુકોમળ સંવેદના અને આદ્ર ચિંતનથી રસાઈને, આકર્ષક અને આસ્વાદ્ય રૂપમાં, આલેખાઈ છે. સરળ, મધુર, કોમળ, ઈંદ્રિયસંવેદ્ય, પ્રવાહી રસળતી, વિશદ શૈલીમાં, સહજ સ્વાભાવિક લાગે તે રીતે પ્રસ્તુત, વિવિધ પ્રદેશો-સ્થળો-ઘટનાઓ-મનુષ્યો-કાર્યોનું નિરૂપણ આપણા મન અને હૃદયને સ્પર્શી જાય છે. આપણી મર્યાદાઓ અને વિદેશોની વિશેષતાઓ અંગે તે આપણને સભાન કરે છે; આનંદ અને અવબોધ યુગપદ આપે છે. લેખક સાથે આપણે પોતે જગતપ્રવાસ કરી રહ્યા હોઈએ - એવો આપણને તે અહેસાસ કરાવે છે. લેખકનો નમ્ર-વિવેકી-સંયમી હું” તેમાં સર્વત્ર દેખાય છે, પણ કઠે એવું “અહં' ક્યાંય કળાતું નથી. કોઈ પ્રેમાળ, લાગણીશીલ, સમવયસ્ક મિત્રની સાથે, અંતરંગ વાતો કરતાં, આપણે આનંદ-ઉલ્લાસપૂર્વક જગતપ્રવાસ માણી રહ્યા હોઈએ તેવી આપણને અનુભૂતિ થાય છે. આ પ્રવાસકથા તેથી વાચકોને અવશ્ય ગમી જશે. એક ઉત્તમ પ્રવાસકથાલેખક તરીકે ડૉ. રમણલાલ શાહને તે પ્રસ્થાપિત કરે છે. શેખડી જશવંત શેખડીવાળા તા., પો. પેટલાદ - ૩૮૮૪૫૦ તા. ૭-૩-૨૦૦૬ ફાગણ સુદ-૮, વિ.સં. ૨૦૬૨ જિ. આણંદ 28 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy