SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ કંપનીઓ સામેથી આ સેવા જાણીજોઈને આપતી નથી. પણ ભૂલ અમારીય હતી. અમારે જ નીકળતાં પહેલાં ફોન કરીને એ વિશે તપાસ કરવી જોઈતી હતી. અમે સામાન સાથે લૉન્જમાં આવીને સોફા ઉપર બેઠાં. ટૅક્સીવાળાના અને એરકંપનીના અનુભવને લીધે આર્જેન્ટિનાના લોકો માટે મનમાં વિષાદની એક ઘેરી છાપ પડતી જતી હતી. છતાં મનથી પ્રયત્નપૂર્વક અમે સમાધાન કરતાં હતાં કે આવું તો દુનિયામાં બધે જ બને છે. આપણા દેશમાં પણ વિદેશીઓને (અને ખુદ આપણને પોતાને પણ) કડવા અનુભવો ક્યાં ઓછા થાય છે ? અમે બેઠાં હતાં એટલી વારમાં એક સજ્જન અમારી પાસેથી પસાર થયા. અમારી સામે સસ્મિત નજર કરી, ચહેરા ઉપર પ્રસન્નતા દર્શાવી તેઓ ચાલ્યા ગયા. કોઈ વિદેશી આપણી સામે ધારીને જુએ તો આપણું તરત ધ્યાન ખેંચાય. એક-બે મિનિટમાં જ તેઓ પોતાની પત્ની સાથે આવીને અમારી સામે થોડે દૂર ઊભા રહ્યા, અને બે હાથ જોડી અમને નમસ્કાર કર્યા. ઍરપૉર્ટ ઉપર ભારતીય પ્રવાસીઓમાં અમે બે જ હતાં, એટલે કદાચ તેઓ નમસ્કાર કરતાં હશે એમ અમે માન્યું. તેઓ બંને ગયાં. થોડી વારમાં બીજાં ચારેક પુરુષો, પાંચ-છ સ્ત્રીઓ અને દસ-બાર બાળકો સાથે તેઓ પાછાં અમારી પાસે આવી પહોંચ્યાં. આખું ટોળું અમારી સામે હારબંધ ઊભું રહ્યું. ઇંગ્લિશ તો કોઈને આવડે નહિ અને અમને સ્પેનિશ આવડે નહિ. એટલે તેઓ શું કહે છે તે સમજાતું નહોતું. પરંતુ તે સજ્જન બધાંને બે હાથ જોડીને નમસ્કાર કરવા માટે સૂચના આપી રહ્યા હતા. બધાં ખૂબ ભાવપૂર્વક અમને જોઈ રહ્યાં હતાં અને એટલા જ ભાવથી નમસ્કાર કરી રહ્યાં હતાં. યુરોપિયન કે અમેરિકન લોકોને બે હાથ જોડવાનો મહાવરો નહીં; એટલે પોતે બરાબર હાથ જોડ્યા છે કે નહીં તેની ખાતરી કરવા તેઓ બધાં માંહોમાંહે એકબીજાના હાથ સામે નજર કરતાં હતાં. ત્યાર પછી એ સજ્જન એક બાળકને હાથ પકડીને મારાં પત્ની પાસે લઈ આવ્યા. પછી બધાં બાળકોને એની પાછળ હારબંધ ઊભા રહેવા માટે સૂચના આપી. મારાં પત્નીને ઈશારાથી કહ્યું, “આ બાળકોને માથે હાથ મૂકો અને એમના ગાલે બચી ભરો.' નાનાં બાળકોને બચી ભરવી એ દક્ષિણ અમેરિકામાં (અને બીજા ઘણા દેશોમાં) વહાલ, શુભેચ્છા અને આશીર્વાદના પ્રતીકરૂપે ગણાય છે. મારાં પત્નીએ તે પ્રમાણે એક પછી એક બધાં બાળકોને માથે હાથ ફેરવ્યો અને બચી ભરી. તેઓએ તેના કેટલાક ફોટા પણ લીધા. વિષાદ અને ઉલ્લાસ અલ ૩૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy