SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ “તો પછી હોટેલમાં પાંત્રીસ હજાર પેસો કેમ કહેવામાં આવ્યા ? અમે બરાબર તપાસ કરીને આ રકમ રિસેપ્શનિસ્ટ સાથે નક્કી કરેલી છે.” પણ રિસેપ્શનિસ્ટે મને કોઈ સૂચના આપી નથી.' “ચાલો આપણે ફોન કરીને રિસેપ્શનિસ્ટ સાથે નક્કી કરી લઈએ.” મને ફોન કરવાની ફુરસદ નથી. તમે મારો કીમતી ટાઇમ બગાડી રહ્યો છો.” ટેક્સીવાળો ઈરાદાપૂર્વક ચિડાયો. ઘાંટા પાડીને બોલવા લાગ્યો, આસપાસ માણસો એકઠા થવા લાગ્યા, પણ ઇંગ્લિશ ન જાણવાને લીધે કોઈ વચ્ચે પડે પણ કેવી રીતે ? છેવટે બેંતાલીસ હજાર પેસો આપીને અમારે વાત પતાવવી પડી. બબડતો બબડતો ટૅક્સીવાળો ચાલ્યો ગયો. અમને એક પાઠ શીખવા મળ્યો કે આવી મોટી હોટેલમાં પણ રિસેપ્શનિસ્ટ દ્વારા ટૅક્સી નક્કી કરવી હોય તોપણ ટૅક્સીમાં બેસતાં પહેલાં, ખુદ ટેક્સીવાળા સાથે પણ ભાવ ફરીથી નક્કી કરી લેવો જોઈએ. વિદેશોમાં પણ અજાણ્યા મુસાફરો પાસેથી વધુ પૈસા પડાવવાની વૃત્તિ ટૅક્સીવાળાઓમાં લગભગ બધે જ હોય છે અને કેટલીક સારી ગણાતી મોટી હોટેલોના રિસેપ્શનિસ્ટ પણ તેમની સાથે મળેલા હોય છે. સવારના પહોરમાં જ આવો બનાવ બન્યો તેથી અમે મનમાં જરા ખિન્નતા અનુભવી. વિદેશના પ્રવાસમાં જ્યારે વિદેશી નાણું ઓછું હોય ત્યારે આ વાત આપણને વધારે ખટકે. સામાન લઈને અમે એરપોર્ટમાં એરો પેરુના કાઉન્ટર ઉપર ગયાં તો અમને જણાવવામાં આવ્યું કે ફ્લાઇટ તો ચાર કલાક મોડી છે. અમે કાઉન્ટર પરના કર્મચારીને કહ્યું, “અમારો હોટેલનો ફોન નંબર અને રૂમ નંબર તમારી પાસે હતા. તમારી ફ્લાઈટમાં જગ્યા છે કે નહિ, તે જાણવા માટે અમે ફોન કર્યો, ત્યાર પછી અમારી સીટ કન્ફર્મ કરાવવા તમારી ઑફિસે ત્રણ વખત અમને હોટેલમાં ફોન કર્યો. અને ફ્લાઈટ મોડી થઈ તો તમે અમને જણાવ્યું કેમ નહિ ?' સૉરી.” વળી, વહેલી ફ્લાઇટના હિસાબે ઍરપૉર્ટની બસને બદલે ખાનગી ટૅક્સીમાં અમારે આવવું પડ્યું. તમે અમને જણાવ્યું હોત તો અમારો સમય બગડત નહિ, પૈસા બચત અને તકલીફ પડતી નહિ.' “સૉરી”. સોરી' સિવાય બીજા કોઈ શબ્દો કર્મચારી પાસે નહોતા. મુસાફરો બીજી કોઈ ઍરલાઇન્સની ફ્લાઇટમાં ચાલ્યા ન જાય એ બીકે ઘણી વિમાન ૩૧૨ ૯ પ્રવાસ-દર્શન For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy