SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ પહોંચી જવાય. પરંતુ હોટેલના રિસેપ્શનિસ્ટ અમને કહ્યું, “એટલી વહેલી સવારે તમને બસ નહીં મળે. મીટરવાળી ટૅક્સીમાં એરપોર્ટ જવાના લગભગ એકવીસ હજાર પૈસો થાય. પરંતુ વહેલી સવારે મીટરથી કોઈ ટૅક્સી આવતી નથી, માટે તમારે ખાનગી ટૅક્સી સાથે ઉચ્ચક નક્કી કરીને જવાનું રહેશે.' રિસેપ્શનિસ્ટે કહ્યા પ્રમાણે એ રકમ પાંત્રીસ હજાર પેસો (લગભગ ૨૭૦ રૂપિયા)ની હતી ! આ ટૅક્સીભાડું ઘણું વધારે (ભારત કરતાં દસ ગણું વધારે) કહેવાય, પરંતુ તે સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. અમે રિસેપ્શનિસ્ટને અમારે માટે ટેક્સી નક્કી કરી આપવા જણાવ્યું. રિસેપ્શનિસ્ટે કહ્યું, “ભલે, સવારે સમયસર તમારે માટે ટેક્સી આવી જશે અને તમારે પાંત્રીસ હજાર પેસો આપવાના રહેશે.' અમારે સવારે પાંચ વાગે રૂમમાંથી નીચે ઊતરવાનું હતું. ચાર વાગે ટેલિફોનની ઘંટડી વાગી. રિસેપ્શનિસ્ટે કહ્યું, ‘તમારે માટે ટેક્સી તૈયાર છે.” “પણ અમારે તો પાંચ વાગે નીકળવાનું છે. હજુ અમે તૈયાર પણ થયાં નથી.' મેં કહ્યું. હા, પણ ટૅક્સી વહેલી આવી ગઈ છે. તમે નહિ જાઓ તો બીજા કોઈ ટૅક્સી લઈ જશે.” એમ કેમ ચાલે ? અમે પહેલેથી પાંચ વાગ્યાનું કહેલું છે.' ભલે, પણ તમે બને તેટલાં જલદી નીચે આવી જાઓ.” જલદી જલદી તૈયાર થઈ અમે નીચે ઊતર્યા. અમારો સામાન ટૅક્સીમાં મુકાયો. ટૅક્સી-ડ્રાઇવર સારું ઇંગ્લિશ બોલતો હતો. તે વાતોડિયો અને બોલવામાં મીઠો હતો. અમને ઝટપટ બેસાડી તરત ટૅક્સી હંકારી. બોનોઝ આઇરિસમાં ન્યૂયોર્કની જેમ આડા અને ઊભા રસ્તાઓ – સ્ટ્રીટ એવેન્યુ - હારબંધ આવે. એક પછી એક એમ ઘણા બધા સિગ્નલ આવ્યા કરે અને ટૅક્સી ઊભી રહે. એક પછી એક એમ ઘણા બધા સિગ્નલ વટાવ્યા પછી અમે સળંગ મોટા રસ્તે આવ્યા અને એરપોર્ટ પહોંચ્યાં. સામાન ઉતારીને ટૅક્સીવાળાને અમે પાંત્રીસ હજાર પેસો આપ્યા તો તેણે લેવાની ના પાડી. તેણે કહ્યું, “મારે પિસ્તાલીસ હજાર પેસો લેવાના છે.” અમને નવાઈ લાગી. અમે કહ્યું, એમ કેમ ? અમે હોટેલમાં પાંત્રીસ હજાર પેસોમાં ટેક્સી બુક કરાવી છે.' “તું હું કાંઈ ન જાણું, હું તો પિસ્તાલીસ હજાર પેસો જ લઈશ. એ મારો દર છે.' ડ્રાઇવરે મિજાજથી કહ્યું. વિષાદ અને ઉલ્લાસ ૩૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy