SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ વિષાદ અને ઉલ્લાસ (આર્જેન્ટિના - દ. અમેરિકા) આર્જેન્ટિનાના પાટનગર બોનોઝ આઇરિસ (Buenos Aires -નો ત્યાંના લોકો આ પ્રમાણે ઉચ્ચાર કરે છે) માં સિટી હોટેલમાં હું અને મારાં પત્ની ઊતર્યાં હતાં. ત્યાંથી ચિલીના પાટનગર સાન્નતિયાગો થઈને પેરુના પાટનગર લિમા અમે જવાનાં હતાં. ઍરો પેરુ કંપનીની ફલાઈટ અમે લીધી હતી. અમારું વિમાન સવારે સાત વાગે ઊપડવાનું હતું. ઍરપૉર્ટ સુધીનો રસ્તો ઠીક ઠીક લાંબો હતો, એટલે સવારે પાંચ વાગે અમારે નીકળવાનું હતું. હોટેલમાં રાતના અમે અમારું બિલ ચૂકવી દીધું, અને રિસેપ્શનિસ્ટને પૂછીને ઍરપૉર્ટ જવા માટે શી શી સગવડ મળે છે તેની તપાસ કરી લીધી. - આર્જેન્ટિનામાં લશ્કરી શાસનને કારણે ફુગાવો ઘણો જ છે. એને લીધે તમામ વસ્તુઓ મોંઘી થતી જાય છે. ત્યાં કેટલાક લોકોને મજાકમાં એમ કહેતા સાંભળ્યા હતા કે જે ભાવ સવારે હોય તે સાંજે ન હોય અને જે સાંજે હોય તે સવારે ન હોય – ભાવો એટલી ઝડપથી વધી ગયા હોય ! યુનાઇટેડ સ્ટેટ્સ કરતાં આર્જેન્ટિના ત્યારે ત્રણ કે ચાર ગણું મોંઘું લાગે. એક કપ કૉફી પીવાના, આપણા લગભગ બારેક રૂપિયા થાય. ઍરપૉર્ટ ઉપર તો કૉફી તેથી પણ મોંઘી મળે. એક કપ ગરમ કૉફી પીવાના સત્તર રૂપિયા ચૂકવતાં ધ્રુજારી છૂટે. ઍરપૉર્ટ પહોંચવા માટે ઍર ટર્મિનલની જો બસ મળતી હોય તો બસમાં જવાની અમારી ઇચ્છા હતી, જેથી દસ હજાર પેસો (Peso-આર્જેન્ટિનાનું નાણું ત્યારનો દર હતો એક રૂપિયો બરાબર ૧૩૦ પેસો)માં ઍરપૉર્ટ ૩૧૦ * પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy