________________
હોટેલ પાસે સવારે પેટ માટે રખડતા ગરીબ ખિસ્સાકાતરુ પુરુષો અને સાંજે શોખ ખાતર ભટકતી શ્રીમંત બજારુ સ્ત્રીઓ જોઈને અમે વિષાદયુક્ત ખિન્નતા અને ગ્લાનિ અનુભવી. પેટ અને પૈસા માણસની પાસે નીતિ અને ચારિત્ર્યની રેખા કેવી રીતે ઓળંગાવે છે તેનો વિચાર કરતાં કરતાં સંત પોલના નામ પરથી જેનું નામ પડ્યું છે એ સાઓ પાઉલો શહેરની હોટેલ હિલ્ટનમાં અમે દાખલ થયાં.
(પાસપોર્ટની પાંખે-૧)
સાઓ પાઉલો અને સુઝાનો ક ૩૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org