SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ નાગરિક બની ગયા છે.” જાપાનીઓ વિશેની આ વાત જાણી અમને આશ્ચર્ય થયું. વળી અમને જાણવા મળ્યું કે બ્રાઝિલના મોટા ભાગના જાપાનીઓ ગરીબ અને મધ્યમ વર્ગના છે અને ખેતી અથવા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. બ્રાઝિલની પ્રજા કેવી ભાતીગળ છે તે અમને આ કારખાનામાં જોવા મળ્યું. અહીં કાળી, ગોરી તેમજ કાળા અને ગોરાની વર્ણસંકર પ્રજા છે તથા યુરોપિયન અને જાપાનીઓની વર્ણસંકર પ્રજા પણ છે. સુઝાનોનું કારખાનું જોઈ અમે પાછાં ફર્યા. કસ્ટોડિયોએ એવા રસ્તેથી ગાડી લેવડાવી કે જેથી જાપાનીઓની વસતિવાળાં ગામો અને અમને જોવા મળે. એક પ્રજા જ્યારે પેટ માટે ભમે છે ત્યારે દેશ, ભાષા, ધર્મ, વર્ણ, સંસ્કાર વગેરેના ભેદ અને મમત્ત્વ કેવી ઝડપથી ભુલાય છે અને ભૂંસાય છે તેની પ્રતીતિ આ ગરીબ અને સાધારણ સ્થિતિવાળા જાપાનીઓને જોતાં થઈ. સાંજ પડવા આવી હતી. અમે હવે સાઓ પાઉલો તરફ પાછા ફર્યા. અમારી ગાડી સાઓ પાઉલોના ભરચક વિસ્તારમાં દાખલ થઈ. અનુક્રમે તે અમારી હિલ્ટન હોટેલ તરફ આવી પહોંચી. હોટેલ પાસે ગાડીઓની ગિરદી હતી. રસ્તાની બંને બાજુ ગાડીઓ પાર્ક કરેલી હતી. કેટલીક ગાડીઓમાં ભભકદાર વસ્ત્રોમાં સજ્જ થયેલી યુવતીઓ બેઠી હતી. કેટલીક યુવતીઓ ગાડીની બહાર ઊભી હતી. કેટલીક યુવતીઓ કોઈકની રાહ જોતી હોય તેમ સિગરેટ ફૂંકતી હતી. કેટલીક ચાર-પાંચના ટોળામાં, તો કેટલીક એકલદોકલ ઊભી હતી. મેં કસ્ટોડિયોને કહ્યું, “આજે હોટેલમાં મહિલાઓની કોઈ મોટી પાર્ટી કે પોગ્રામ લાગે છે. ઘણી ગાડીઓ આવી છે.' કસ્ટોડિયોએ કહ્યું, “તમે સાઓ પાઉલો પહેલી વાર આવો છો એટલે તમને એમ લાગે. પોતાની ગાડી લઈને આવેલી આ બધી શ્રીમંત યુવતીઓ સામે બરાબર નજર કરશો તો જણાશે કે એ સારી ચાલની યુવતીઓ નથી. એ બધી ઘરાકની શોધમાં અહીં ઊભેલી છે. એમાંની ઘણી તો નવી નવી મોંઘી ફેશનના પોતાના શોખને પોષવા આવો ધંધો કરે છે. હિલ્ટન જેવી હોટેલમાંથી એમને એટલો મોંઘો ભાવ આપવાવાળા ઘરાકો મળી રહે છે. હિલ્ટનવાળાએ વારંવાર પોલીસમાં ફરિયાદ કરી છે, પરંતુ આ દૂષણ થોડોક વખત અટકે છે અને ફરી પાછું ચાલુ થઈ જાય છે. દુનિયામાં બધાં મોટાં શહેરોમાં મોટી હોટેલમાં લાગેલું આ દૂષણ દિવસે દિવસે વધતું જાય છે.” કસ્ટોડિયોએ આપેલા આ વાસ્તવિક ચિતારથી ઘડીભર અમારું મન સુબ્ધ રહ્યું. ૩૦૮ એક પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy