SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ અમારી ગાડીએ ક્રમે ક્રમે પરાંનો વિસ્તાર છોડી મોટો ધોરી રસ્તો પકડ્યો. હવે રસ્તાની બંને બાજુ મોટાં મોટાં ખેતરો અને છૂટાંછવાયાં ઝૂંપડાં દેખાવા લાગ્યાં. બ્રાઝિલ પાસે પ્રદેશ ઘણો મોટો છે, પરંતુ એની ઘણીખરી વસતિ ચારપાંચ મોટાં શહેરોમાં કેન્દ્રિત થયેલી છે. એ શહેરોમાં આપણને પ્રજાની સમૃદ્ધિ દેખાય છે, પરંતુ બ્રાઝિલના ગ્રામ-વિસ્તારો અત્યંત પછાત છે. આ વિસ્તારોમાં કાળા હબસી લોકોનું પ્રમાણ અમને વિશેષ જોવા મળ્યું. મેલાં ફાટેલાં કપડાં પહેરેલાં ગરીબ સ્ત્રી-પુરુષો માથે સામાન ઊંચકીને રસ્તે ચાલતાં જતાં દેખાતાં હતાં. રસ્તામાં અમને બીજી પણ એક નવાઈ જોવા મળી. આ વિસ્તારમાં ચારે બાજુ સંતરાંનાં ઘણાં વૃક્ષો હતાં. એ વૃક્ષોની નીચે પુષ્કળ સંતરાં પડેલાં દેખાયાં. કસ્ટોડિયોએ કહ્યું, “બ્રાઝિલમાં દર વર્ષે હજારો ટન સંતરાં એમ ને એમ ઝાડ નીચે સડી જાય છે, કારણ કે સંતરાંનો પાક ઘણો બધો છે અને ભાવ એટલો નીચો રહે છે કે બહુ દૂરથી સંતરાં લાવવાનું સંતરાંના વેપારીઓને પોસાતું નથી. એટલે દૂરના પ્રદેશોમાં સંતરાંનો પાક બધો એળે જાય છે. ત્યાં એટલી માનવવસતી પણ નથી કે તેનો મફત ઉપયોગ કરી શકે.” ચાલીસેક કિલોમીટર પછી રસ્તો નાનો અને ખરબચડો બની ગયો. બ્રાઝિલમાં અંગત માલિકીની ગાડીઓનો વ્યવહાર જેટલો શહેરોમાં છે તેટલો હાઈ-વે ઉપર નથી. એટલે મોટા હાઈ-વે બનાવવાનું કામ ધીરે ધીરે ચાલે છે. અમે સુઝાનો નામના એક ગામમાં આવી પહોંચ્યાં, અને ત્યાં આવેલા મિટુટોયો કંપનીના કારખાનામાં દાખલ થયાં. જાપાનની આ જાણીતી કંપનીએ પોતાનું કારખાનું સુકાનોમાં પણ નાખ્યું છે. કારખાનામાં પ્રવેશતાં એના જાપાની મૅનેજર સસાકીએ અમારું સ્વાગત કર્યું. જાપાનની ઓચા (લીલી રંગની ચા) અમને અહીં પીવા મળી. સસાકીએ અમને કારખાનામાં ફેરવ્યાં. બ્રાઝિલમાં ગોરાં અને કાળાં બ્રાઝિલિયન સ્ત્રી-પુરુષો જોવા મળે એ તો સ્વાભાવિક છે, પરંતુ આ કારખાનામાં બ્રાઝિલિયન કરતાં વધુ સંખ્યામાં જાપાની મજૂરો અમને જોવા મળ્યા. મેં પૂછ્યું, “આ બધા મજૂરો જાપાનથી આવ્યા છે ?' કસ્ટોડિયોએ કહ્યું, “ના. અહીંના સ્થાનિક છે. તમને નવાઈ લાગશે કે આમાંના ઘણા જાપાની મજૂરોને જાપાની ભાષા નથી આવડતી. તેઓ પોર્ટુગીઝ ભાષા બોલે છે. બ્રાઝિલમાં ચારસો વર્ષથી જાપાની લોકોનો વસવાટ છે. જૂના સમયમાં વહાણો દ્વારા જાપાનથી સ્થળાંતર કરતાં કરતાં તેઓ અહીં આવીને વસ્યા છે. લાંબા વસવાટને કારણે તેમની ચામડી પણ હવે ઘેરી બની ગઈ છે. અહીં બ્રાઝિલમાં હજારો જાપાનીઓ આઠ-દસ પેઢીથી વસ્યા છે અને અહીંના સાઓ પાઉલો અને સુઝાનો ૩૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy