SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ વિકાસમાં અનોખું પ્રદાન કરતાં રહ્યાં છે. એજિયન સમુદ્રના ટાપુનો ઈતિહાસ બાદ કરીએ તો ગ્રીસનો સાંસ્કૃતિક ઈતિહાસ અધૂરો રહે. આ એજિયન સમુદ્રમાં સફર કરવાનો એક સુંદર અવસર અમને કેટલાંક પ્રવાસીમિત્રોને સાંપડ્યો હતો. અમારી સફર તો એક જ દિવસની હતી અને ફક્ત ત્રણ ટાપુનું વિહંગાવલોકન જ કરવાનું હતું, પણ એ અનુભવ મારે માટે એટલો સમૃદ્ધ અને સ્મરણીય બની ગયો છે કે એનિયન સમુદ્રનું નામ સાંભળતાં જ હૃદય પ્રફુલ્લિત બની જાય છે. ગ્રીસનો ભવ્ય ભૂતકાળ ચલચિત્રની જેમ નજર સામે તરવરવા લાગે છે. અમારી સ્ટીમરનું નામ પણ એવું જ યથાર્થ હતું : “એજિયન ગ્લોરી' (Aegean Glory). અમે સ્ટીમરમાં સવારે આઠ વાગે દાખલ થયા ત્યારે લાક્ષણિક ગ્રીક પોશાકમાં સુસજ્જ એવા કર્મચારીએ અમારું સભાવ સ્વાગત કર્યું. એમના હસતા ચહેરામાં કુત્રિમતા કે ઔપચારિકતા નહોતી. પ્રવેશદ્વારમાં જ એક યુવક અને એક યુવતી એક પછી એક પ્રવાસીના હાથ પકડીને ઊભાં રહે અને ફોટોગ્રાફર ફોટો પાડી લે. સમગ્ર વાતાવરણ એટલું આવકારભર્યું હતું કે આપણને અજાણ્યું ન લાગે. બે માળ અને ઉપર ડેકવાળી સુદીર્ઘ, સુંદર, સુશોભિત, સુસજ્જ અને સુવિધાયુક્ત સ્ટીમરમાં યથેચ્છ ફરી શકીએ. પાંચસોથી અધિક પ્રવાસીમાં દુનિયાના ઘણા દેશોના નાગરિકો હતા, એટલે માઈક ઉપર જાહેરાત ઇંગ્લિશ, ફ્રેન્ચ અને ગ્રીક ભાષામાં થતી હતી. માઈકની વ્યવસ્થા એટલી સરસ હતી કે ગમે ત્યાં હોઈએ, બધું જ સ્પષ્ટ સંભળાય. સમય થયો એટલે સ્ટીમર ઊપડી. મરિના ફિલસવૉસનો કિનારો છોડી ઉત્તરોત્તર વધતી જતી ગતિએ સ્ટીમર સારોનિક અખાતના જળ પર આગળ વધવા લાગી. પ્રવાસીઓને માઈક ઉપર પ્રવાસની રૂપરેખા સમજાવવામાં આવી અને વ્યવસ્થાની માહિતી અપાઈ. એજિયન સમુદ્રના ટાપુઓ વિશે બોલતાં ગાઈડ યુવતીએ કહ્યું કે, “ગ્રીસ અને તુર્કસ્તાન વચ્ચેનો વિશાળ સમુદ્ર તે એજિયન સમુદ્ર. હાલ ગ્રીસમાં મુખ્ય ધર્મ તે ખ્રિસ્તી ધર્મ છે અને તુર્કસ્તાનમાં ઈસ્લામ ધર્મ. ગ્રીસની ગણના યુરોપમાં થાય છે અને તુર્કસ્તાનની એશિયામાં. પરંતુ ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામ ધર્મનો ઉદય નહોતો થયો તે પૂર્વે યુરોપની એક પ્રાચીન વિકસિત સંસ્કૃતિ તે ગ્રીક સંસ્કૃતિ છે. સાડા ત્રણ હજારથી ચાર હજાર વર્ષ પહેલાંની આ વાત છે. આ સાંસ્કૃતિક વિકાસમાં એજિયન સમુદ્રના ટાપુઓનો ઘણો મોટો ફાળો રહેલો છે. એટલે જ ઈતિહાસકારો એજિયન દ્વીપસમૂહને “યુરોપીય સંસ્કૃતિની જનની’ તરીકે ઓળખાવે છે.” એજિયન સમુદ્રના ટાપુમાં જ ૧૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy