SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ વળી કહ્યું, “એજિયન સમુદ્રમાં કિથનોસ (KITHNOs - કિથનાસ, OS નો આસ ઉચ્ચાર પણ થાય છે), સિરોસ, નાકસોસ, સામોસ, મિલોસ, એન્ડ્રોસ, ટિલોસ, થેરા, ડેલોસ, સિફનોસ વગેરે સો કરતાં વધુ ટાપુ આવેલા છે. દક્ષિણે ક્રટે (અથવા ક્રિટ કે ક્રિટી) નામના વિશાળ ટાપુ સુધી એજિયન સમુદ્રની હદ ગણાય છે. દરેક ટાપુનો પોતાનો ઈતિહાસ છે. દરેકની પોતાની કેટલીક લાક્ષણિકતા છે. આ બધા ટાપુઓમાંથી આજે આપણે માત્ર હાઈડ્રા, પોરોસ અને એજિના એ ત્રણ ટાપુની જ મુલાકાત લઈશું. બીજા કેટલાક વિશે થોડીક માહિતી આપીશું.” અમારી સ્ટીમરે હવે એકસરખી ગતિ ધારણ કરી લીધી હતી. કિનારો દેખાતો બંધ થયો હતો. ચારેબાજુ સમુદ્રનાં નીલરંગી પાણી પરથી વહેતો શીતળ વાયુ પ્રસન્નતા પ્રેરતો હતો. સમુદ્રના તરંગો ચિત્તમાં આલાદના તરંગો જન્માવતા હતા. ગાઈડે બીજી ભાષામાં બોલવાનું ચાલુ કર્યું એટલે એ ઘણાંને માટે વિરામરૂપ હતું. અમે કેબિનમાંથી બહાર નીકળી ડેક પર ગયાં. તડકો ચાલુ થઈ ગયો હતો એટલે કેટલાંક પ્રવાસીઓએ સ્ટીમર કંપનીએ ભેટ આપેલી છાજલીવાળી, સફેદ ટોપી પહેરી લીધી હતી. સ્ટીમરે કાપેલાં પાણી બેય બાજુ હડસેલાતાં જઈ અનુક્રમે શમી જતાં હતાં. ફરી ઇંગ્લિશ ભાષા ચાલુ થતાં ગાઈડ તરફથી વિશેષ માહિતી સાંપડી. ગ્રીસની કેટલીયે મહાન વિભૂતિ આ ટાપુની રહેવાસી હતી. ઈસવીસન પૂર્વે આશરે આઠમા સૈકામાં થઈ ગયેલા ગ્રીક મહા કવિ હોમર આમાંના એક ટાપુના રહીશ હતા. “ઈલિયડ” અને “ઓડેસી' જેવાં મહાકાવ્યોનું સર્જન એજિયન વિસ્તારમાં થયું છે. સુપ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી અને તત્ત્વચિંતક પાયથાગોરસ અહીંના એક ટાપુના હતા. મહાન ગ્રીક તત્ત્વવેત્તા એરિસ્ટોટલ અવસાન પામ્યા ત્યારે એમના દેહને અહીં એક ટાપુ પર દફનાવવામાં આવ્યો હતો. મહાન વૈદ્ય હિપોઝિટિસ તથા સંત જહોન ડિવાઈન આ ટાપુમાં થઈ ગયા. સંત પોલ આ ટાપુમાં વિચર્યા હતા અને એમણે ઘણે સ્થળે દેવળો બંધાવ્યાં હતાં.' પ્રાચીન ગ્રીક લોકો દેવદેવીઓમાં બહુ શ્રદ્ધા ધરાવતા. સમુદ્રના દેવતા (જળ દેવતા) પૉસિડોન (Poseidon)નાં મંદિરો ઠેર ઠેર છે. તે ધરતીકંપના પણ દેવતા ગણાય છે અને ઘોડાના દેવતા પણ ગણાય છે. રોમનોના જળદેવતા નેપ્યુન (neptune) અને પૉસિડોન એક મનાય છે. ગ્રીક સૂર્યદેવતા એપોલોનો જન્મ અહીંના લોસ ટાપુ પર થયો હતો. તે સંગીતના, ભવિષ્યવાણીના, શુદ્ધિના, આરોગ્યના અને સંરક્ષણના દેવ તરીકે મનાય ૧૧૦ જ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy