SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ છે. લોકો પૉસિડોન અને એપોલોની શ્રદ્ધાપૂર્વક પૂજાભક્તિ કરે છે. તે સમુદ્રદેવતાને વધુ ભજે છે કારણ કે તે માને છે કે આ દ્વીપસમૂહની જે કંઈ સમૃદ્ધિ છે તે સમુદ્રદેવતાને આભારી છે. રોમન લોકો જેને માતા તરીકે પૂજે છે એ પ્રેમની દેવી વિનસની કલાકૃતિ તરીકે જગવિખ્યાત બનેલી મૂર્તિ અહીંના મિલોસ ટાપુમાંથી નીકળી હતી. એટલે એ “વિનસ દ મિલો” તરીકે જાણીતી છે. આ બેટાઈ (Islander) લોકોની જીવનશૈલી કંઈક અનોખી હોય છે. સરખો સૂર્યપ્રકાશ, સરખી હવા, સારું પાણી, સારી વનસ્પતિ વગેરે હોય તો ખેતી, ઢોરઉછેર, વાણિજ્ય, આરોગ્ય ઈત્યાદિ માટે સારો અવકાશ રહે. એથી જીવન સમૃદ્ધ બને છે. આ ટાપુના કેટલાયે લોકો જાણે સ્વર્ગીય વાતાવરણમાં રહેતા હોય એવો આનંદ લૂંટે છે. આ દ્વીપસ્થ લોકોમાં, વિશેષત: પુરુષોમાં જવલ્લે જ કોઈ એવો હોય છે કે જેને તરતાં ન આવડતું હોય. હોડી, વહાણ ચલાવતાં, હલેસાં મારતાં દરેકને આવડે. એ એમની વિશિષ્ટતા છે. ત્રણ હજાર વર્ષ પહેલાં ગ્રીસની પ્રજાએ વહાણવિદ્યામાં નિપુણતા મેળવી હતી. તેઓએ મોટાં મોટાં વહાણો બનાવ્યાં હતાં અને આખો ભૂમધ્ય સમુદ્ર ખૂંદી વળ્યા હતા. સ્પેનમાંથી જે પ્રાચીન ગ્રીક અવશેષો મળ્યા છે તે બતાવે છે કે ત્રણ હજાર વર્ષ પૂર્વે ગ્રીક લોકો ઠેઠ સ્પેન સુધી પોતાનાં વહાણોમાં પહોંચતા હતા. આ બધા ટાપુઓ રહ્યા એટલે સાવ સપાટ તો હોય જ નહિ. કેટલાક તો ઠરી ગયેલા જવાળામુખી છે. એટલે ટાપુમાં સીધા, લાંબા, સપાટ રસ્તા જવલ્લે જ મળે. સાંકડા, ચઢાણવાળા અને વળાંકવાળા રસ્તા હોય. ક્યાંક ચઢાણ કપરું હોય તો પથ્થરનાં પગથિયાં કરવામાં આવ્યાં હોય. પથ્થરમાંથી ચૂનો મળે એટલે મકાનોને, દેવળોને ચૂનાથી રંગી શ્વેત રાખવાનું તેને વધુ ગમે છે. સમૃદ્ધિ વધે એટલે સ્પર્ધા, ઈર્ષ્યા, સંઘર્ષ વધે. આ ટાપુઓ પર વર્ચસ્વ મેળવવા, તેમની સમૃદ્ધિ લૂંટી લેવા ગ્રીસ, ઈટલી, તુર્કસ્તાન વગેરે વચ્ચે વખતોવખત યુદ્ધો થતાં રહ્યાં છે અને ઘણા લોકોનો સંહાર થયો છે. ટાપુઓનો ઈતિહાસ જેમ સુખદ છે તેમ કરુણ પણ છે. અમારી સ્ટીમર હવે હાઈડ્રા બંદરે પહોંચવા આવી. સૂચનાઓ અપાઈ. ઘડિયાળના ટકોરે બંદર પર સ્ટીમરને લાંગરવામાં આવી. પાંચ મિનિટ પણ આઘુંપાછું નહિ. ટાપુ પર ફરવા માટે એક કલાકનો સમય અપાયો. બે વિશાળ દરવાજા ખોલવામાં આવ્યા. કોણે કયા દરવાજામાંથી બહાર નીકળવાનું તે પણ સ્પષ્ટ. નીકળતી વખતે દરેકને પાસ અપાયા કે જેથી એજિયન સમુદ્રના ટાપુમાં ૯ ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy