SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ ફાલતુ માણસો ઈરાદાપૂર્વક કે અજાણતાં ભૂલથી સ્ટીમરમાં ઘૂસી ન જાય. હાઈડ્રા માટે એક કલાકનો સમય ઓછો લાગ્યો. પરંતુ કિનારે એક જ મુખ્ય રસ્તા પર ફરવાનું હતું. સ્ટીમર આવે ત્યારે ભારે અવરજવર, પછી સૂમસામ દુકાનોમાં શાંખની, યાદગીરીની ચીજવસ્તુ મળે. હાઈડ્રા ટાપુ કલાકારના ટાપુ તરીકે ઓળખાય છે. ટેકરીથી શોભતો આ રળિયામણો ટાપુ ચિત્રકારોને ગમી જાય એવો છે. કેટલાક ચિત્રકારો અહીં આવીને ૨હે છે. જૂના વખતમાં અહીં ઓછા લોકો વસતા, કારણ કે ક્યારેક દરિયાઈ પવન જોરદાર બની જાય છે; કોઈક વાર વાવાઝોડું પણ થાય છે. પરંતુ કેટલાક શ્રીમંત માણસોએ અહીં પાકાં મજબૂત મકાનો બાંધ્યાં છે, જેથી વાવાઝોડાંની બહુ ચિન્તા હવે રહી નથી. હવા ખાવાના એક સુંદર ટાપુ તરીકે તે વિખ્યાત છે. બધાં પ્રવાસીઓ સમય કરતાં વહેલા પાછા આવી ગયાં હતાં. ફ૨વાનું એટલું નહોતું અને સ્ટીમર ચૂકી જવાનું કોને પોસાય ? નિશ્ચિત સમયે સ્ટીમર ઊપડી પોરોસ ટાપુ તરફ. ફરી સૂચના ચાલુ થઈ. ફોટોગ્રાફર વ્યક્તિગત અને સમૂહગત લાક્ષણિક મુદ્રાવાળા ફોટા પાડતો જતો હતો. એપોલોના ડેલોસ ટાપુ વિશે માહિતી આપતાં ગાઈડે કહ્યું, ‘એક કાળે ડેલોસમાં એપોલોનું ભવ્ય મંદિર હતું. એમાં એપોલોની વિશાળ મૂર્તિ હતી. ડેલોસ બહુ સમૃદ્ધ હતું, એની પવિત્રતા જાળવવા માટે આપણા માન્યામાં ન આવે એવો કાયદો પ્રાચીન કાળમાં થયો હતો. એ કાયદા પ્રમાણે ડેલોસને પ્રસૂતિ અને મૃત્યુ જેવી અશુચિમય ઘટનાથી અભડાવી શકાય નહિ. એટલે એ બે ઉપર ત્યાં પ્રતિબંધ હતો. સગર્ભા સ્ત્રીને અને મરણપથારીએ પડેલા વૃદ્ધોને વેળાસર ત્યાંથી ખસેડી બાજુના ટાપુ પર મોકલવામાં આવતાં. આવો વિચિત્ર કાયદો લોકો શ્રદ્ધાપૂર્વક પાળતા. અનેક શ્રીમંત માણસો મોંઘી મોંઘી ભેટ એપોલોને ધ૨ાવવા માટે દૂર દૂરથી આવતા. એથી ડેલોસ ટાપુ બહુ શ્રીમંત બની ગયો હતો. પરંતુ એક પ્રદેશની સમૃદ્ધિ બીજાથી ખમાય નહિ. દાનત બગડે. ઈ.સ. પૂર્વ ૮૮ની સાલમાં પોન્ટસ રાજ્યના રાજાએ મોટા સૈન્ય સાથે ડેલોસ પર ચડાઈ કરી. મંદિર ખંડિત થયું. સમૃદ્ધિ લૂંટાઈ. હજારો નાગરિકોની કતલ થઈ. ડેલોસ ટાપુ લોહીથી ખરડાયો. એની પવિત્રતા નષ્ટ થઈ ગઈ. ટાપુ ઉજ્જડ અને કંગાળ બની ગયો. ફરી ડેલોસ પોતાની અસલ સમૃદ્ધિ અને તેજ ક્યારેય પ્રાપ્ત ન કરી શક્યો. Jain Education International ૧૧૨ * પ્રવાસ-દર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy