SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ એજિયન સમુદ્રના ટાપુઓમાં (ગ્રીસ-ભૂમધ્ય સમુદ્ર) દુનિયાના કેટલાક દેશોના સાંસ્કૃતિક વિકાસમાં એના મુખ્ય તળપ્રદેશ (Main land) ની જેમ એની આસપાસના એના ટાપુઓનું પણ એટલું જ મહત્ત્વનું કાર્ય રહેલું છે. એવા દેશોમાં ગ્રીસનું સ્થાન મોખરે છે. વળી ગ્રીસની સંસ્કૃતિ પણ એટલી જ પ્રાચીન છે. યુરોપમાં ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલાં રાષ્ટ્રોમાં સ્પેન, ફ્રાન્સ, ઈટલી, યુગોસ્લાવિયા, આલ્વેનિયા, ગ્રીસ, તર્કસ્તાન વગેરેમાં સૌથી વધુ ટાપુઓ ધરાવતું રાષ્ટ્ર તે ગ્રીસ છે. આમ તો બધો જળવિસ્તાર બૃહદ ભૂમધ્ય સમુદ્રનો જ ગણાય, પરંતુ જુદા જુદા કિનારાના પ્રદેશના લોકોએ એને ઓળખવા માટે જુદાં જુદાં નામ પ્રાચીન સમયથી જ આપેલાં છે. ગ્રીક લોકોએ પોતાના એક બાજુના વિશાળ સમુદ્રને એજિયન (Aegean) સમુદ્ર અને બીજી બાજુના સમુદ્રને આયોનિયન (Ionian) સમુદ્રનું નામ આપ્યું છે. આ બંને સમુદ્રમાં પણ પંદરથી વધુ અખાતો છે અને તે દરેકનાં જુદાં જુદાં નામ છે. ખાસ્સા મોટા મોટા એકસોથી વધુ ટાપુ ધરાવનાર એજિયન સમુદ્રનો મહિમા ગ્રીસ માટે ઘણો મોટો છે. આ સમુદ્રની આબોહવામાં જ કોઈક એવું તત્ત્વ છે જે જીવનને ચેતનથી ધબકતું રાખે છે. ત્યાંના બેટોના નીરવ વાતાવરણમાં કવિતા, સંગીત, ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્યકલા, ધર્મકલા, તત્ત્વજ્ઞાન વગેરે સારી રીતે પાંગરતાં રહ્યાં છે અને ગ્રીસની સંસ્કૃતિના ૧૦૮ : પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy