SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ હોઈ શકે, પરંતુ જ્યારે ઘણાબધાનું વર્તન આવું હોય ત્યારે સામુદાયિક કારણ હોવું જોઈએ. ટાઈ પહેરી હતી, પરંતુ ખરું કારણ શું છે તે વિશે કોઈ બોલતું નહોતું. તિબિલિસીમાં અમારું આગમન ઉમળકાભર્યું હતું અને હવે અમારી વિદાય વખતે વાતાવરણ ગમગીન બની ગયું હતું. અમે હોટેલ છોડી બસમાં બેસવા જતા હતા ત્યાં અમિરાંન આવી પહોંચ્યો. એણે ધીમા સાદે કહ્યું, “માફ કરજો, આજે કોઈ તમારી સાથે સારી રીતે બોલ્યું નથી, કારણ કે આજે અમારે અચાનક શોક પાળવાનો આવ્યો. આજનો અમારો દિવસ મૌન અને ગમગીનીનો છે. ગઈ કાલે રાત્રે મોડેથી સમાચાર આવ્યા કે આર્મેનિયાની સરહદ ઉપર થયેલા અન્યાયને કારણે વિરોધ પ્રદર્શિત કરનારા અમારા ચાલીસેક જ્યોર્જિયન નિર્દોશ વિદ્યાર્થીઓ ઉપર રશિયન સૈનિકોએ ગોળીઓની રમઝટ બોલાવી દીધી છે. આ સમાચાર છાપામાં કે ટી.વી. ઉપર કે રેડિયો ઉપર નહિ આવે. એનું કારણ તમે સમજી શકો છો, પરંતુ એ સમાચાર સાંભળીને અમારું હૃદય રડે છે. આજે કોઈ તમારી સાથે હસીને વાત નહિ કરે. ગઈ કાલની મહેફિલ પછી આજે તમને બધાને વિપરીત અનુભવ થાય છે એ માટે તમારી ક્ષમા માગીએ છીએ. આટલું બોલતાં બોલતાં અમિરાનની આંખમાંથી દડદડ આંસુ પડ્યાં. તરત તે ચાલ્યો ગયો. અમે બસમાં બેસી ઍરપૉર્ટ તરફ ચાલ્યા. કેલિના પણ આખે રસ્તે કશું બોલી નહિ. છેલ્લે વિદાય વખતે એણે અને ડ્રાઈવરે હાથ હલાવ્યા એટલું જ. જ્યાં સરમુખત્યારશાહી અને દૂર દમન હોય ત્યાંની પ્રજાના પ્રશ્નો પણ કેવા જુદા હોય છે એનું ચિંતન કરતાં કરતાં અમે તિબિલિસી છોડ્યું. (પાસપોર્ટની પાંખે-૨ ; ઉત્તરાલેખન) તિબિલિસી ૯ ૧૦૭ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy