SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ આવી હશે તે વિશે ઈતિહાસકારો વિવિધ અનુમાનો કરે છે. આ આખા વસવાટનો પૂરો ઈતિહાસ આપણને મળતો નથી. પણ જેમ જેમ સંશોધન થતાં જાય છે તેમ તેમ ઈન્કા સંસ્કૃતિનાં વિવિધ પાસાંઓ ઉપર વધુ પ્રકાશ પડતો જાય છે. ઈન્કા લોકો આપણી જેમ સૂર્ય અને ચંદ્રની પૂજા કરનારા હતા. તેઓનું કેલેન્ડર આપણું હોય છે તેમ ચાંદ્રાયણ હતું. ચંદ્રની કલાની વધઘટ પ્રમાણે તેઓ બાર મહિનાની ગણતરી ગણતા. વળી તેઓ સૂર્યની પણ પૂજા કરતા અને સૂર્યના ઉદયાસ્તના આધારે સમય નક્કી કરવા માટે સૂર્યઘટિકા- (The Sun Dial - જેને માટે ઈન્કા શબ્દ છે – ઈન્તિહુવાતાના)ની રચના ખુલ્લામાં કરતા. મત્સ્ય-પિચ્છમાં પણ આવી સૂર્યઘટિકા છે. ઈન્કા લોકો ગ્રહો, નક્ષત્રો, સૂર્યોદય, સૂર્યાસ્ત, ગ્રહણ વગેરેની ગણતરીમાં કુશળ હતા. સૂર્ય અને ચંદ્રની ગતિને આધારે તેઓ કેટલાક દિવસને પર્વ તરીકે ઊજવતા. એવા પર્વને ઈન્તિરાયમી' પર્વ તરીકે તેઓ ઓળખાવતા. મચ્ચ-પિચ્છમાં પર્વતના પથ્થરમાંથી યોજનાપૂર્વક કોરી કાઢવામાં આવેલી એક વિશાળ સપાટ જગ્યામાં વચ્ચે સ્તંભ જેવી એક આકૃતિ જોવા મળે છે. સદ્ભાગ્યે સ્પેનિયાર્ડ લોકોએ કે એના ધર્મગુરુઓએ આ આકૃતિ તોડી નાખી નથી. આ શાની આકૃતિ છે તેના માટે સંશોધકોએ પ્રારંભમાં જુદાં જુદાં અનુમાન કરેલાં. પરંતુ હવે એ નિશ્ચિત થયું છે કે આ સ્તંભ તે સૂર્યઘટિકા છે. એના ચારેય ખૂણા બરાબર કંપાસ પ્રમાણે ચારે દિશા દર્શાવે છે. ઈન્કા લોકોનું ગણિત કેટલું ચોકસાઈવાળું હતું તે એમની આ સૂર્યઘટિકા ઉપરથી પણ સમજાય છે. એક સ્થળે એક વિશાળ ખડકમાં મોટા પ્લેટફોર્મ જેવી જગ્યા કોતરી કાઢવામાં આવી છે. કેટલાંક એમ માને છે કે દફનાવતાં પહેલાં શબના અંતિમ ધાર્મિક સંસ્કાર અને વિધિ માટે આ રચના કરવામાં આવી હશે. બીજે એક સ્થળે રાજકુટુંબના સભ્યો માટેનું અલગ કબ્રસ્તાન છે. - ઈન્કા સંસ્કૃતિના અવશેષરૂપે મમ્યુ-પિચ્છમાંથી અને એન્ડિઝની પર્વતમાળામાં બીજાં કેટલાંક સ્થળોએથી કેટલાંક “મમી” મળી આવ્યાં છે. ઈજિપ્તનાં “મમી” કરતાં આ મમી જુદાં છે. ઈન્કા લોકો પુનર્જન્મમાં માનતા. તેઓ એમ માનતા કે માણસ મૃત્યુ પામે છે ત્યારે બીજો જન્મ લે છે એટલે કે બાળક ગર્ભમાં હોય તેવી સ્થિતિ માણસની ફરીથી થાય છે. એટલા માટે શબના હાથપગને ઘૂંટણ અને કોણીથી વાળીને તેઓ પેટ અને છાતીને અડોઅડ એવી રીતે ગોઠવતા કે જેવી રીતે ગર્ભમાં બાળકની સ્થિતિ હોય. આવી રીતે ૩૦૦ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy