SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક ક્રિયાકાંડો થતા. એ ક્રિયાકાંડો સામાન્ય રીતે બાલ-બ્રહ્મચારી હોય એવી સ્ત્રીઓ જ કરતી. એ સ્ત્રીઓ સૂર્યકુંવરી (Virgins of the Sun) તરીકે ઓળખાતી. સમગ્ર રાજ્યમાંથી શરીરે સુદઢ અને અત્યંત બુદ્ધિશાળી હોય એવી નાની નાની બાળાઓ પસંદ થતી. તેઓને તેમના કુટુંબથી દૂર અહીં કાયમને માટે લાવવામાં આવતી. અહીં તેમના રહેવા તથા ખાવાપીવાની તમામ વ્યવસ્થા રહેતી. તેવી બાળાઓ પોતાનું સમગ્ર જીવન બ્રહ્મચારિણી તરીકે અહીં ધાર્મિક ક્રિયાકાંડોમાં વિતાવતી. મચ્ચ- પિચ્છના ખોદકામમાં મળેલા માનવ અવશેષોમાંથી ૭૫ ટકા વધુ અવશેષો સ્ત્રીઓના છે એ પણ આ વાતની સાક્ષી પૂરે છે. મચ્ચ-પિચ્છમાં જાણે બારે માસ વસંતઋતુ હોય એવું રમણીય કુદરતી આલાદક હવામાન છે. ઈન્કા લોકોએ પોતાના પવિત્ર નગર માટે કરેલી આ સ્થળની પસંદગી બધી જ દૃષ્ટિએ ઉચિત હતી. મમ્યુ- પિચ્છમાં એક નગરની આવશ્યકતા પ્રમાણે વિવિધ પ્રકારની રચનાઓ જોવા મળે છે. એમાં અઢીસો જેટલાં પથ્થરનાં ઘરો છે. તેમાં કેટલેક ઠેકાણે કુદરતી ઝરણામાંથી પડતાં પાણીને પીવા માટે એકત્ર કરી લેવા નીચે કુંડ જેવી રચના કરવામાં આવી છે. ડુંગરની ધાર ઉપર પગથિયાં જેવાં ખેતરો (Terrace Farms) છે. મચુ- પિચ્છમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઠેર ઠેર ઘડેલા પથ્થરના રસ્તાઓ કે પગથિયાં છે. ગુનેગારોને રાખવા માટેની જેલ અને ફાંસી આપવા માટેની જગ્યા પણ છે. કબ્રસ્તાન પણ છે અને ચોકિયાતોની ચોકી પણ છે. આ બધી રચનામાં આ પર્વતનો જ મજબૂત ગ્રેનાઈટ પથ્થર વપરાયો છે. મચુ-પિચ્છમાં બરાબર મધ્ય ભાગમાં સૂર્યમંદિરનું ખંડિયેર છે. એના પથ્થરોની દીવાલોની જાડાઈ તથા ઊંચાઈ તથા એમાં સ્તંભ અને મોભ તરીકે વાપરવામાં આવેલા પથ્થરો પરથી કેવું બેનમૂન સ્થાપત્ય ઈન્કા લોકોનું હશે તેની પ્રતીતિ થાય છે. ઈન્કા લોકો આવા જબરદસ્ત મોટા પથ્થરો ખસેડવા, ચઢાવવા, ગોઠવવા ઈત્યાદિ કાર્યો માટે શરીરે બહુ સશક્ત અને બાંધકામની કલામાં નિપુણ હશે એની પ્રતીતિ એ કરાવે છે. આ સૂર્યમંદિરમાં વચ્ચે નીચે મોટા લંબચોરસ પથ્થરો ગોઠવવામાં આવ્યા છે, જેના ઉપર પૂજાની સામગ્રી અને ભોગ ધરાવવામાં આવતાં હશે. દીવાલોમાં સંખ્યાબંધ ગોખલાઓ છે, જેમાં તેઓ દેવદેવીઓની મૂર્તિઓ રાખતા હશે. એક બાજુની દીવાલમાં ત્રણ મોટી ખુલ્લી બારીઓ છે. એ શા માટે રાખવામાં મગૃ-પિછુ ૪ ૨૯૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy