SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ સિકોયાનાં બી મગનાં ફોતરાં જેવાં હોય છે. એક પરિપકવા સિકોયા પર એકસાથે દસ હજારથી વધુ ડીંડવાં (cones) થાય છે અને એક ડીંડવામાં બસોથી વધુ બી હોય છે. કુદરતની કેવી કરામત છે તે તો જુઓ કે મગના ફોતરા જેટલા એક બીજમાંથી દસ લાખ કિલોગ્રામ કરતાં વધુ વજનનું લાકડું ધરાવતું સિકોયાનું વિરાટ વૃક્ષ ઉત્પન્ન થાય છે. સિકોયા પણ લાખો બી કુદરતને પાછાં આપે છે. હાકુજાએ કહ્યું, “સિકોયાનું વૃક્ષ આપણને ઉપદેશ આપે છે કે કુદરતે તમને જે પ્રેમથી આપ્યું છે તે અનેક ગણું કરીને કુદરતને પાછું આપો. ઉદાર બનો, સ્વાર્થી ન બનો ચપટી ચપટી ન આપો, મૂઠા ને મૂઠા ભરીને અથવા ખોબલે ખોબલે બીજાને આપો.' વળી હાકુજાએ કહ્યું કે, “સિકોયાનું વૃક્ષ આપણને શિખામણ આપે છે કે જીવનમાં સમતા જેવું કોઈ તત્ત્વ નથી. ઠંડી, ગરમી, વરસાદ બરફ અને કરા, વીજળી અને વાવાઝોડું, જંગલની આગ અને એવા એવા ભયંકર ઉપસર્ગો સામે જે સ્વસ્થતાથી સમતાપૂર્વક અણનમ રહે છે તે આટલું નિરામય દીર્ધાયુષ્ય ભોગવે છે. ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિનો પ્રતિકારરહિત સ્વીકાર એ જીવન જીવવાની શ્રેષ્ઠ ચાવી છે.” અમને સિકોયાની શિખામણમાં ભારતીય તત્ત્વજ્ઞાનનો ધબકાર સંભળાતો હતો. હાકુજાએ સિકોયાના જીવનમાંથી તારવેલું રહસ્ય હૃદયંગમ હતું. એની સાથેની સફર પૂરી કરી અમે સૌ માહિતી કેન્દ્રમાં આવ્યા. આ કેન્દ્રમાં ફોટાઓ, નકશાઓ, વિવિધ ચીજવસ્તુઓનું નાના સંગ્રહસ્થાન જેવું આયોજન થયેલું છે. અમે એ જોવામાં મગ્ન હતા ત્યાં માઈક ઉપર જાહેરાત થઈ : “સજ્જનો અને સન્નારીઓ ! અમારે અત્યારે પાંચ મિનિટની એક ઔપચારિક વિધિ કરવાની છે, તો આપ બધાને અમારા કાઉન્ટર પાસે પધારવા વિનંતી છે.' શી વિધિ કરવાની હશે એની ખબર નહોતી, પણ બધા પ્રવાસીઓ એકત્ર થવા લાગ્યા અને ઉત્સુકતાપૂર્વક રાહ જોવા લાગ્યા. ત્યાં માઈકમાં જાહેરાત થઈ : “અર્ચિત અને અચિરા જ્યાં હોય ત્યાંથી કાઉન્ટર પાસે આવે.' અમે વિચારમાં પડ્યાં. અર્ચિત-અચિરાને અમે ત્યાં મોકલ્યાં એવામાં એક ઑફિસર આવ્યા. તેમણે જાહેરાત કરી : “આજે આપણે બાળકોનો જે વર્ગ લીધો હતો અને પ્રશનપત્રિકા આપી હતી, તે બધી અમારી પાસે આવી ગઈ છે અને તપાસાઈ ગઈ છે. અમને જણાવતાં આનંદ થાય છે કે અર્ચિત અને અચિરા આ બંને બાળકોને સોમાંથી સો માર્ક્સ મળે છે. એટલે બંનેને “જુનિયર રેન્જર અવૉર્ડ' મળે છે. બંનેને તે માટે અમે બિલ્લો પહેરાવીશું. પછી અર્ચિતને Raven Award ૨૫૨ ત્રઃ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy