SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ તબેલા તરીકે એનો ઉપયોગ થતો. પંદર-સત્તર ઘોડા ખુશીથી એમાં રહી શકે. પછી આવ્યા સાહસિકો, શોધસાફરીઓ, વેપારીઓ વગેરે. તેઓએ એમાં ખુરશી ટેબલ ગોઠવ્યાં. ખાણીપીણીની રેસ્ટોરાં એમાં થઈ. દારૂનો બાર પણ થયો. ત્યાર પછી જ્યારે નેશનલ પાર્કની સ્થાપના થઈ ત્યારે આ ભૂગર્ભથડગર્ભ પ્રવૃત્તિઓ બંધ કરાવવામાં આવી. એક ઐતિહાસિક અવશેષ તરીકે એની જાળવણી ચાલુ થઈ. આ સિકોયા વૃક્ષ જીવતું હશે ત્યારે બિચારાને કલ્પના પણ નહિ હોય કે એના અવસાન પછી માનવજાત એના પેટમાં કેવાં કેવાં ઓપરેશન કરશે ! ભોમિયા હાકુજા ત્યાર પછી અમને લઈ ગઈ આ પાર્કનાં બે વયોવૃદ્ધ વડીલ સિકાયા પાસે. એકને નામ આપવામાં આવ્યું છે “જનરલ ગ્રાન્ટ સિકોયા', બીજાનું નામ છે “જનરલ શેરમાન સિકોયા.” એ બેમાં શેરમાન સિકોયા સિનિયર યાને કાલયેષ્ઠ છે. ત્રણ હજાર કરતાં વધુ વર્ષથી તે આ પાર્કમાં હસતું ઊભું છે. દુનિયામાં સૌથી વધુ આયુષ્ય ભોગવી રહેલા સિકોયા તરીકે એની ગણના થાય છે. એનું શરીર અદોદળું થઈ ગયું છે, પણ એનો કાર્ડિયોગ્રામ નોર્મલ છે. તે આશરે ૨૭૫ ફૂટ ઊંચું છે. જમીન પર એના થડનો ઘેરાવો ૧૩૦ ફૂટ જેટલો છે. એના સમગ્ર લાકડાનો અંદાજ ૧,૪00 ટન જેટલો મૂકવામાં આવે છે. આપણને પ્રશ્ન થાય કે આટલા બધા વજનવાળું ઉત્તુંગ વૃક્ષ ભયંકર વાવાઝોડામાં પણ ઊખડી ન જતાં પોતાની સમતુલા બરાબર જાળવીને કેવી રીતે ઊભું રહી શકતું હશે ? એનું કારણ એ છે કે સિકોયા પોતાનાં મૂળિયાંને બરાબર મજબૂત રીતે ચોમેર પ્રસરાવે છે. સમતુલા જાળવવા માટે ઊંડાણ ઉપરાંત વિસ્તાર પણ મહત્ત્વનો છે. એનાં મૂળ જમીનમાં ચારપાચ ફૂટ જેટલાં નીચે જાય છે, પણ એક એકર જેટલા વિસ્તારમાં તે પ્રસરે છે. એટલે જ આવું રાક્ષસી વૃક્ષ સૈકાઓ સુધી ટટાર ઊભું રહે છે. હાકુજાએ કહ્યું કે, “સિકોયા આપણને સમજાવે છે કે જીવનમાં સમતુલા જાળવવી હોય તો દઢમૂલ બનવું જોઈએ.” - સિકોયા અને રેડવુડ વૃક્ષ બંને એક જ જાતિનાં ગેરુ રંગનાં દીર્ઘજીવી વૃક્ષો છે, છતાં, હાકુજાએ કહ્યું કે સિકોયા એ રેડવુડ નથી. વનસ્પતિશાસ્ત્રીઓ બંને વચ્ચેનો તફાવત બતાવે છે કે રેડવુડ વધારે ઊંચાં, પાતળાં અને ઉપરથી શંકુ આકારનાં હોય છે. તેનું આયુષ્ય વધુમાં વધુ બે હજાર વર્ષનું હોય છે. સિકોયા જાડાં અને ઉપરથી ગુચ્છાદાર હોય છે અને ત્રણ હજાર વર્ષથી પણ વધુ જીવી શકે છે. રેડવુડનાં બી ટમેટાંનાં બી જેવાં હોય છે. અને સિકોયાની શિખામણ ૨૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy