SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ કોરિન્થ (ગ્રીસ) વિશ્વમાં પ્રાચીનતમ સંસ્કૃતિ તરીકે ભારતીય સંસ્કૃતિની ગણના થાય છે. અઢી-ત્રણ હજાર વર્ષ પૂર્વેના શિલ્પસ્થાપત્યાદિ પ્રકારના સાંસ્કૃતિક અવશેષો ભૂમધ્ય સમુદ્રના કિનારાના કેટલાક દેશોમાં જે જોવા મળે છે તેટલા પ્રાચીન અવશેષો ભારતમાં જોવા મળતા નથી. ભૂમધ્ય સમુદ્રના તે દેશોની પ્રજાઓએ પથ્થર પાસેથી જે કલાત્મક કામ એ યુગમાં લીધું હતું તે અનન્ય છે. ગ્રીસની પ્રજાએ અઢી-ત્રણ હજાર વર્ષ પહેલાં પોતાનાં કેટલાંક વિશાળ ભવ્ય મંદિરોમાં, હાથે ઘડીને તૈયાર કરેલા દસ-પંદર ફૂટ જેટલા ઊંચા અને તેના પ્રમાણમાં પહોળા, ટનબંધ વજનવાળા સ્તંભો ઊભા કરીને જે બાંધકામ કર્યું હતું તેમાંથી એવા કેટલાયે સ્તંભો એની એ જ જગ્યાએ હજુ અડીખમ ઊભા છે. ધરતીકંપો, વાવાઝોડાંઓ, યુદ્ધો વગેરેની સામે અદ્યાપિપર્યત તે અણનમ રહ્યા છે. શિલ્પસ્થાપત્યની વિદ્યા ત્યારે ગ્રીસમાં કેટલી બધી વિકસી હશે તેનો આપણને ખ્યાલ આવે છે. અમે કેટલાક પ્રવાસીઓ એક ટૂર કંપનીના આયોજન દ્વારા ગ્રીસના પ્રવાસે ગયાં હતાં ત્યારે એથેન્સ પછી કોરિન્થની મુલાકાતનો અમારે માટે કાર્યક્રમ ગોઠવાયો હતો. એથેન્સથી ચા-નાસ્તો કરીને સવારે અમે બસમાં નીકળ્યાં. એથેન્સથી COLOYOL HLS HISCL gz sifrel (Corinth-ols PIGE Korinthos) આવેલું છે. ઉનાળાના દિવસો હતા, પણ સવારનો સમય હતો એટલે કોરિન્થ = ૧૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy