SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વાતાવરણ ખુશનુમા હતું. શહેર છોડતાં પહેલાં અમારી બસ એક સ્થળે ઊભી રહી. ત્યાંથી અમારા ગાઈડ બેસવાના હતા. ગાઇડે દાખલ થઈ બધાંનું સ્વાગત કર્યું. પોતાનો પરિચય આપ્યો. તેઓ નિવૃત્ત સરકારી અમલદાર હતા. માથે વચ્ચે મોટી ટાલ હતી અને આસપાસ ધોળા વાળ હતા તે પરથી તેઓ સિત્તેરે પહોંચવા આવ્યા હશે એમ લાગ્યું. તેમણે પોતાનું નામ કહ્યું પણ તે યાદ રહ્યું નથી. તેમણે કોરિન્થનો પરિચય આપ્યો જે નીચે મુજબ છે : - ગ્રીસના પ્રાચીન નગરોમાં એથેન્સ, સ્પાર્ટા, કોરિન્થ, ડેલ્ફી, ઓલિમ્પિયા વગેરેમાં કોરિન્થ સૌથી વધુ જૂનું છે. એથેન્સ કરતાં પણ તે વધુ પ્રાચીન છે. અત્યારે ગ્રીસ એક દેશ છે, પણ તે કાળે એથેન્સ, સ્પાર્ટા, કોરિન્થ વગેરેનાં જુદાં જુદાં નગરરાજ્યો હતાં. એમાં એથેન્સ એના એ જ સ્થળે મોટા નગર તરીકે હજુ પણ વિદ્યમાન રહ્યું છે. પરંતુ સ્પાર્ટી અને કોરિન્થ ભગ્નાવશેષ બની ગયાં છે. તેની બાજુમાં નગરો વસ્યાં છે, પણ તે નાનાં અને મહત્ત્વ વિનાનાં છે. બીજા વિશ્વયુદ્ધ પછી કોરિન્થના વિસ્તારમાં ઘણું ખોદકામ થયું છે અને ભગ્ન નગરના બહુ અવશેષો હવે ત્યાં નજરે જોવા મળે છે. કોરિન્ય પાંચ હજાર વર્ષ પહેલાં વસેલું નગર છે. ત્યારથી આજ દિવસ સુધી એનું નામ “કોરિન્થ' જ રહ્યું છે. આરંભમાં અમુક જાતિના લોકો ત્યાં આવીને વસ્યા હશે. આ સ્થળની પસંદગીનું મુખ્ય કારણ ત્યારે પાણીનું હતું. જ્યાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે ત્યાં રખડુ જાતિઓ વસવાટ કરતી. કોરિન્થ પાસે ઝરણાંઓનું પાણી વિપુલ પ્રમાણમાં છે. વળી કોરિન્થ પાસે પર્વત છે. એટલે કિલ્લા જેવું કુદરતી રક્ષણ એને મળી રહેતું. તદુપરાંત થોડા માઈલના અંતરે જ, કોરિન્થની બે બાજુ બે સમુદ્ર છે - કોરિન્થનો અખાત અને સારોનિક અખાત. આ શહેર ઉત્તરોત્તર સમૃદ્ધ થતું ગયું હશે, કારણ કે લગભગ પોણા ત્રણ હજાર વર્ષ પૂર્વે ગ્રીક કવિ હોમરે પોતાના મહાકાવ્યમાં કોરિન્થનો એક સમૃદ્ધ નગર તરીકે ઉલ્લેખ કર્યો છે. ઈસવીસન પૂર્વેના નવમા સૈકામાં ડોરિયન જાતિના લોકોએ કોરિW ઉપર ચડાઈ કરીને તેનો કબજો મેળવ્યો હતો. તે પૂર્વે વિવિધ જાતિની પ્રજાઓએ ત્યાં આવીને વસવાટ કર્યો હતો. કોરિન્થના પ્રાચીન ઇતિહાસની બહુ વિગતો મળતી નથી, પણ જે સંદર્ભો મળે છે તે પરથી એમ મનાય છે કે સિસિફસ કોરિન્થનો પ્રથમ રાજા હતો. પાંખવાળો ઊડતો ઘોડો ૧૨૦ * પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy