________________
પ્રમાણે ૩૬૫ દેવળ કર્યા. દેવળો નાનાં નાનાં અને પાસે પાસે. દરેક દેવળનો પાછો બીજા વરસે નંબર લાગે, પણ સાફસૂફી રોજેરોજ થાય. બધાંએ જવાબદારી વહેંચી લીધેલી.”
એજિનાનો આ નુસખો મને બહુ ગમી ગયો.
ટાપુનાં દર્શન કરી અમે પાછા સ્ટીમરમાં બેઠાં. હવે પ્રયાણ થયું એથેન્સ તરફ. ફોટા માટે સૂચના અપાઈ કે “બોર્ડ પર બધા ફોટા મૂકવામાં આવ્યા છે. જેમને ખરીદવા હોય તે ખરીદી શકે છે. ખરીદવાનું બંધન નથી.” અમે અમારા કેટલાક ફોટા ખરીદ્યા.
સમયસર અમે એથેન્સ આવી પહોંચ્યાં. ભૂતકાળને તાદૃશ કરી આપનારો આ રસિક, સમૃદ્ધ અનુભવ વારંવાર વાગોળવા જેવો બની ગયો.
(પાસપોર્ટની પાંખે-૨ : ઉત્તરાલેખન)
૧૧૮
પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org