SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ભોમિયાનો કાર્યક્રમ પૂરો થયો. એણે મને જંગલ, વૃક્ષો, પક્ષીઓ વગેરે વિશે ઘણી માહિતી આપી. સૈકાઓ જૂનાં, જાડા રાતા થડાવાળાં અતિશય ઊંચાં વૃક્ષોના વનમાં વિહરવાનો અનુભવ કોઈક જુદી જ લાગણી જન્માવી ગયો હતો. સમય થયો હતો એટલે અમે અમારી ગાડીમાં મારિપોસા પાછા આવી પહોંચ્યા. બીજે દિવસે સવારે અમારો કાર્યક્રમ ગ્લેશિયર પૉઈન્ટ જવાનો હતો. યોસેમિટી ખીણથી પચાસથી વધુ માઈલનો તે જુદો જ રસ્તો હતો. ગ્લેશિયર પૉઈન્ટ એટલે જ્યાં ગ્લેશિયર છે તે જગ્યા નહિ, પણ જ્યાંથી સામે ગ્લેશિયર નિહાળી શકાય છે તે જગ્યા. વચ્ચે યોસેમિટીની મોટી ખીણ આવેલી છે. ગ્લેશિયર પૉઈન્ટ સાત હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. સાંકડા રસ્તે ઘાટમાંથી પસાર થતી, ઉપર ચડતી અમારી ગાડી પૉઈન્ટ પાસે પહોંચી ગઈ. અહીંથી સામેની પર્વતમાળા જોઈ શકાય છે. ખીણની ધાર પર ઊભા રહી જોવા માટે જુદા જુદા સ્થળે કરેલી વ્યવસ્થામાં પ્રવાસીઓની ભીડ સતત રહેતી હતી. ખીણ અને પર્વતમાળાનું દૃશ્ય ભવ્ય હતું. પર્વતમાળામાં કેટલાંક શિખરો હિમાચ્છાદિત હતાં. ત્યાં સાતથી અગિયાર હજાર ફૂટની ઊંચાઈવાળાં પંદરેક શિખરો આવેલાં છે. એમાં બે શિખરો અત્યંત મશહૂર છે. એક પૂર્ણ ઘુંમટ (Full Dome)ના આકારનું છે અને બીજું અર્ધ ઘુંમટ (Half Dome)ના આકારનું છે. આ અર્ધ ઘુંમટના આકારનું શિખર અત્યંત વિલક્ષણ શોભા ધારણ કરે છે. ભૂતકાળમાં કાં તો વીજળી પડવાને કારણે કે ધરતીકંપને કારણે કે અંદરથી દબાણ આવવાને કારણે કે અન્ય કોઈ કારણે ઘુંમટના આકારનું શિખર વચ્ચેથી અડધું તૂટી ગયું છે. પરંતુ તૂટવાને કારણે જ એ શિખરની શોભા વધી છે. સવારના કે સાંજના રાતા સૂર્યપ્રકાશમાં જ્યારે એ શિખર રાતો રંગ ધારણ કરે છે ત્યારે તો એની અદ્વિતીય શોભા વૃદ્ધિ પામે છે. આવી લાક્ષણિક આકૃતિ અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. માટે તો યોસેમિટીના સત્તાવાર પ્રતીક તરીકે આ અર્ધ ઘુંમટ (Half Dome)ની આકૃતિ રાખવામાં આવી છે. આ સ્થળેથી સામે અન્ય શિખરોમાં ટોપલી (Basket) આકારનું શિખર, પ્રતિધ્વનિ (Echo) શિખર, વાદળાંને આરામ (Cloud Rest) લેવા માટેનું શિખર વગેરે શિખરો જોવા મળે છે. તદુપરાંત યોસેમિટી ધોધ, નેવાડા ધોધ વગેરેનું ઉપરથી નીચે સુધીનું ઉમંગભર્યા ઉતરાણનું દશ્ય પ્રસન્નતાપ્રેરક બની રહે છે. યોસેમિટી ખીણનું, પાર્કિંગ વિસ્તારોમાં ઊભેલી, ઉપરથી રમકડાં જેવી લાગતી મોટરગાડીઓ સહિતનું વિહંગદર્શન, નીચે ૨૪૦ ૪ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy