SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ તમને ઉપર આકાશ દેખાશે. તમારામાંથી કોઈને જોવું હોય તો તે જોઈ શકો છો.' એ જોવા માટે ઘણા તૈયાર થઈ ગયા, પણ ભોમિયાએ કહ્યું, ‘એટલું ધ્યાન રાખજો કે બરાબર એ જ વખતે કોઈક પક્ષી ઉપરથી ચરકશે તો સીધું તમારા મોઢા પર પડશે. અહીં કેટલીક વાર એવી ઘટના બને છે.’ આ સાંભળતાં જ ઘણાખરા આગળ વધ્યા નહિ. અમે કેટલાક પ્રવાસીઓ ટેલિસ્કોપ સિકોયામાંથી આકાશદર્શન કરી આવ્યા. એક નિરાળો અનુભવ થયો. ભોમિયાએ કહ્યું કે, “આ જંગલમાં કોઈ કોઈ વૃક્ષનાં થડ એટલાં બધાં જાડાં છે કે વર્ષો પહેલાં કોઈ કોઈમાં માણસો વચ્ચેથી પસાર થઈ શકે એવાં મોટાં બાકોરાં કરાયાં હતાં. વોશબર્ન નામના બે ભાઈઓએ ગઈ સદીમાં આ વિસ્તારમાં ‘વાવોના' નામની હોટેલ ખરીદી હતી અને પ્રવાસીઓને આકર્ષવા માટે એક મોટા રાક્ષસી કદના વૃક્ષમાં મોટરકાર પસાર થઈ નાકે એટલો મોટો બુગદો બનાવ્યો હતો. એ બુગદામાંથી પસાર થતી મોટરકારમાં પોતાનો ફોટો પડાવવા ઘણા પ્રવાસીઓ આવતા. ફોટોગ્રાફરો, ચિત્રકારો, પર્વતારોહકો, શિકારીઓ, સહેલાણીઓ એમ ઘણા પ્રવાસીઓ આવવા લાગતાં યોસેમિટી વિસ્તાર આધુનિક થવા લાગ્યો. પણ જેમ્સ મૂરની ચળવળ પછી આવી ઘણી પ્રવૃત્તિઓ બંધ પડી છે.” વળી ભોમિયાએ કહ્યું કે, “પશુપક્ષીઓના શિકાર પર પણ પ્રતિબંધ આવ્યો એટલે એમની વસ્તી ઘટતી અટકી. આ જંગલમાં હવે અઢીસોથી વધુ જંગલી મોટાં કાળાં રીંછ છે.” “પણ આપણને તો ક્યાંય દેખાતાં નથી.” “દિવસે તો તેઓ સંતાઈને રહે છે. પણ રાતના પોતાના ખોરાક માટે નીકળે છે. માણસ માટેનો ખોરાક તેમને એટલો બધો ભાવે છે કે તે મેળવવા તેઓ ભારે તોફાન મચાવે છે, આક્રમક બની જાય છે. અહીં ફરવા આવનારા પ્રવાસીઓ પાસે કે જંગલમાં તંબુ તાણીને રહેનારા સાહસિકો પાસે ખાવાનું તો હોય જ. એ મેળવવા રાતને વખતે રીંછો હુમલા કરે છે. ગાડીઓના કાચ તોડીને ખાઈ જાય છે. સત્તાવાળાઓ તરફથી ઠેર ઠેર પોસ્ટર લગાડેલાં હોવા છતાં રોજેરોજ નવા નવા પ્રવાસીઓ આવતા હોવાથી ઘણાંની સરતચૂક થઈ જાય છે. તમારા માન્યામાં નહિ આવે પણ એ હકીકત છે કે દર વર્ષે સરેરાશ ચારસોથી વધુ ગાડીના કાચ રીંછ દ્વારા અડધી રાતે તૂટે છે.” Jain Education International યોસેમિટી * ૨૩૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy