SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ કરતાં ઉપરથી વધુ વિસ્તૃત અને સુરેખ બની રહે છે. ગ્લેશિયર પોઈન્ટ ન જઈએ તો યોસેમિટીનો પૂરો ખયાલ ન આવે. ગ્લેશિયર પૉઈન્ટ તથા અન્ય કેટલાંક સ્થળ જોઈ અમે પાછા મારિપોસાના અમારા મુકામે આવ્યા. હવે બીજે દિવસે અમારો કાર્યક્રમ ટાયોગા ઘાટ જોવા જવાનો હતો. ત્યાં જવા માટે પણ હોટેલથી સોએક માઈલનું અંતર કાપવાનું હતું. નીચેથી આશરે દસ હજાર ફૂટની ઊંચાઈએ પહોંચવાનું હતું. સાંકડો, વળાંકો લેતો સતત ચઢાણવાળો માર્ગ કાપતાં વાર લાગે જ, પણ ત્યાંની નિર્મળ, તાઝગીસભર હવા થાકને ઉતારી દે એવી હતી. પાંચેક હજારની ઊંચાઈ પછી રસ્તાની બંને બાજુ કોઈ કોઈ સ્થળે બરફ દેખાવો ચાલુ થયો. અમને જાણવા મળ્યું હતું કે ટાયોગા ઘાટમાં રસ્તા પર જામેલો બરફ હજુ ગયા અઠવાડિયે જ ખસેડવામાં આવ્યો હતો. રસ્તાની કિનાર પર એક-દોઢ ફૂટ જેટલી બરફની કાપેલી ધાર દેખાતી હતી. બરફ ઓગાળવા રસ્તા પરના બરફ પર નાખેલા મીઠાને કારણે ધોળા લિસોટા રહી ગયેલા ક્યાંક ક્યાંક દેખાતા હતા. બરફ જોતાં જ નાચી ઊઠેલા અમારાં પૌત્ર-પૌત્રી અર્ચિત-અચિરાએ હઠ લીધી કે ક્યાંક જગ્યા મળે તો ગાડી ઊભી રાખવી. તેઓને બરફમાં રમવું હતું. અમે પણ છોકરાંઓનો પક્ષ લીધો, પણ ગાડી ચલાવનાર પુત્ર અમિતાભે કહ્યું, “હજુ પાંત્રીસ માઈલ જવાનું બાકી છે. આગળ કેવો રસ્તો આવશે તે ખબર નથી. એક વખત ટાયોગા ઘાટ પહોંચી જઈએ. પછી પાછા ફરતાં સમયની અનુકૂળતા પ્રમાણે ફરી શકાશે.' જેમ જેમ આગળ અમે વધતા ગયા તેમ તેમ બરફના વધુ અને વધુ લલચાવનારાં નાનાં નાનાં મેદાનો આવતાં ગયાં. હવે તો બાળકો ઉપરાંત પુત્રવધૂ સુરભિએ પણ આગ્રહ કર્યો કે ક્યાંક થોભી જઈએ અને બરફમાં રમીએ, પણ ચક્રધર ગાડી રોકે તો ને ? અલબત્ત, જેમ જેમ અમે આગળ વધતા ગયા તેમ તેમ વધારે મનોહર મેદાનો આવતાં ગયાં. સ્વચ્છ શ્વેત બરફનાં આ મેદાનો વિશે એનાથી અજાણ વ્યક્તિને તો જાણે આ મીઠાના અગર હોય એવું દૃશ્ય લાગે અથવા ધોળું ધોળું રૂ પાથર્યું હોય એવું લાગે. એમ કરતાં અમે ટાયોગા ઘાટ આવી પહોંચ્યા. પાર્કિંગ વિસ્તારમાં ગાડી ઊભી રહી. હવે કલાકનો આરામ હતો. અહીં બરફનાં વિશાળ મેદાનો જે મળ્યાં તે પૂર્વેનાં મેદાનોને ભુલાવી દે એવાં હતાં. બરફમાં ચાલતાં સાચવવું બહું પડે. ડગલે ને પગલે લપસી પડવાની ધાસ્તી. પોચો પોચો યોસેમિટી * ૨૪૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy