SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ગાડી ઊભી રાખીને પૂછવાની પ્રથા નથી અને પૂછવું હોય તો પગે ચાલતા માણસો નથી. કોઈના ઘરે જવું હોય તો ડાયરેકશન પૂછી લેવી પડે અને ન સમજાય તો ગેસ સ્ટેશન (પેટ્રોલ પંપ) પર જઈને તપાસ કરવી પડે. - નેન્સીનું ઘર ચેના નદીના કિનારે હતું એટલે અમે એના નદીનું બોર્ડ આવતાં એ દિશામાં ગાડી વાળી. આપેલી નિશાની પ્રમાણે અમે નેન્સીના ઘર પાસે આવી પહોંચ્યા. બહાર બગીચો સરસ હતો, પણ મકાન જૂનું ગઈ સદીનું હોય એવું લાગ્યું. ફાવશે તો રહીશું, નહિ તો હોટેલમાં ચાલ્યા જઈશું એવો ભાવ મનમાં આવી ગયો. ઘંટડી દબાવતાં એક શ્વેતકેશી પ્રૌઢ મહિલાએ ઘર ઉઘાડ્યું. તેમણે સસ્મિત કહ્યું, “હું નેન્સી હોમબર્ગ. આવો.... તમારી જ રાહ જોતી હતી.” અમારો ઉતારો વ્યાવસાયિક ધોરણે હતો, પણ નેન્સીના અવાજમાં સ્વજન જેવો આવકારભર્યો ઉમળકો હતો. એમણે કહ્યું, “મને ઇન્ડિયન લોકો બહુ ગમે. એમાં પણ (મારાં પત્નીને સંબોધીને) તમારી રંગબેરંગી ઇન્ડિયન સાડી જોતાં આનંદ થાય છે.” નેન્સીએ અમારે રહેવા માટેનો રૂમ બતાવ્યો. એમાં અમે અમારો સામાન મૂકી દીધો. રૂમ ખાસ્સો મોટો, આઠદસ માણસ સૂઈ શકે એવડો હતો. આ પકોણિયા રૂમનું રાચરચીલું જૂના જમાનાની યાદ અપાવે એવું, સીસમ જેવા લાકડાનું હતું. રૂમમાં પલંગ જાડા, મોટા અને મજબૂત હતા. તે એટલા ઊંચા હતા કે નીચા માણસને નીચે રાખેલા બાજોઠ પર પગ મૂકીને ચડવું પડે. નેન્સીએ ખુલાસો કર્યો કે જૂના વખતમાં જ્યારે હીટરો નહોતાં ત્યારે શિયાળાની ઠંડીમાં જમીન એટલી બધી ઠરી જતી કે પલંગ વધુ ઊંચો હોય તો ઠંડી ઓછી લાગે. કોતરકામવાળું એક બારણું બતાવીને એમણે કહ્યું, “એ કબાટ નથી, પણ બાથરૂમનું બારણું છે.' મેં બારણું ખોલ્યું કે તરત પાછો હઠી ગયો. એક પક્ષી ઊડતું મારી સામે આવતું જણાયું. નેન્સીએ કહ્યું, “ડરો નહિ, એ સાચું પક્ષી નથી. રમકડું છે. છતમાં દોરીથી લટકાવેલું છે. બારણું ઉઘાડતાં હવાનો જે ધક્કો લાગે છે એથી પક્ષીની પાંખો ફડફડે છે અને તે આપણી સામે આવતું લાગે છે.' આ પક્ષી તે ધુવડ હતું. હતું રમકડું પણ જીવંત લાગે. મેં કહ્યું, તમને ઘુવડ ગમતું લાગે છે. બહારના ખંડમાં પણ ઘુવડની કેટલીક શિલ્પાકૃતિઓ જોવા મળી.' હા, ઘુવડ મારું પ્રિય પક્ષી છે. મારા ઘરમાં તમને બે-ચાર નહિ, પણ બસોથી વધારે કલાકૃતિઓ જોવા મળશે.' આપણે ત્યાં નિશાચર ઘુવડ અપશુકનિયાળ ગણાય છે, પણ અહીં તો ઘુવડોનો ઢગલો હતો. નેન્સીનો શોખ કંઈક વિચિત્ર ઘેલછા જેવો લાગ્યો, ૨૫૬ * પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy