SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ અલબત્ત પાશ્ચાત્ય દેશોમાં ઘુવડ માટે એવો પૂર્વગ્રહ કે મિથ્થામાન્યતા નથી. અમે સામાન ગોઠવી, સ્વસ્થ થઈ નેન્સી પાસે બેઠાં. પરસ્પર પરિચય થયો. નેન્સી અમેરિકામાં મિક્રિયાપોલિસ નામના શહેરમાં ઇતિહાસ અને સંસ્કૃતિનાં અધ્યાપિકા હતાં. તેઓ દુનિયામાં ઘણું ફર્યા છે અને ભારત પણ આવી ગયાં છે. આગ્રાનો તાજમહાલ એમણે જોયો છે. વિદેશમાં ઘણા લોકોમાં એવો ખ્યાલ પ્રવર્તે છે કે તાજમહાલ ન જોયો હોય ત્યાં સુધી ભારતનો પ્રવાસ અધૂરો ગણાય. ભારત અને ભારતીય પ્રજા-સંસ્કૃતિ વિશે નેન્સીને બહુ માન છે. હું તથા મારાં પત્ની ભારતમાં અધ્યાપનના ક્ષેત્રમાં હતાં અને હવે નિવૃત્ત થયાં છીએ એ જાણીને નેન્સીને આનંદ થયો. “તમે ફેરબૅન્કસમાં રહેવાનું કેમ પસંદ કર્યું ?” મેં સહજ પૂછુયું. એમણે કહ્યું, ‘હું ભણાવતી હતી ત્યારે અહીંની આદિવાસી જાતિના લોકોના અભ્યાસ માટે કેટલીક વાર આવી હતી. ત્યારથી મનમાં એમ થયું કે મારે નિવૃત્ત જીવન ફેરબૅન્કસમાં ગાળવું, કારણ કે અહીંની શાન્તિ અદ્દભુત છે. એ તો તમે શિયાળામાં રહો ત્યારે અનુભવે સમજાય એવી વાત છે. સદ્ભાગ્યે મારા પતિ પણ સંમત થયા. તેઓ એન્જિનીઅર હતા. અમે અહીં આ ઘર વેચાતું લીધું. અલાસ્કામાં જ્યારે સોનું નીકળ્યું હતું ત્યારે શ્રીમંતોનો આ બાજુ ધસારો થયો હતો. એ વખતે કોઈક શ્રીમંતે પોતાના માટે આ મોટું મજબૂત ઘર બંધાવ્યું હતું. એમણે પોતાને માટે બહાર કુવો પણ ખોદાવ્યો હતો. તમે બહાર જશો તો જમણી બાજુ ખૂણામાં એ જોવા મળશે. હજુ પણ એ ચાલુ છે અને એનું પાણી તદ્દન સ્વચ્છ અને પી શકાય એવું છે.” નેન્સીની વાતમાં અમને રસ પડ્યો. અમે પૂછ્યું કે, “તમને ઘુવડમાં આટલો બધો રસ કેમ પડ્યો ?' નેન્સીએ કહ્યું, “મારા પતિ ગુજરી ગયા પછી હું ઘરમાં એકલી છું. દીકરો શિકાગોમાં એક પેટ્રોલ કંપનીમાં કામ કરે છે. વરસમાં એકાદ વખત તે આવી જાય છે. અમારી પાસે સંપત્તિ સારી છે. પણ લોકોની સાથે હળવા-મળવાનું થાય એટલે ઉનાળામાં પ્રવાસીઓને રાખું છું. શિયાળાની ત્રણ મહિનાની અંધારી રાત્રિમાં હું ઘરમાં એકલી હોઉં છું. મને એકલતાનો ડર નથી, પણ રાત્રે જાગનાર પક્ષી ઘુવડની જીવંત આકૃત્તિઓ ઘરમાં હોય તો વસ્તી જેવું લાગે છે, મને એ ગમે છે.” માણસના મનના ખ્યાલો કેવા ભાતીગળ હોય છે ! નેન્સીએ અમને ઘરના જુદા જુદા કમરા બતાવ્યા. જાણે કે ગ્રંથાલય હોય એટલાં બધાં પુસ્તકો હતાં અને સંગ્રહસ્થાન હોય એટલી બધી કલાકૃતિઓ હતી, આરસની, લાકડાની, માટીની, કાગળની, રંગબેરંગી ફેરબૅક્સનાં નેન્સી હોમબર્ગ * ૨૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy