SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ પથ્થરોની. દીવાલો પર ચિત્રો અને ફોટાઓ પણ એટલાં બધાં અને તે દરેકની પ્રાપ્તિનો ઇતિહાસ જુદો જુદો. ઘુવડની વિવિધ પ્રકારની શિલ્પાકૃતિઓ પારદર્શક કાચના દરેક કબાટમાં અને દરેક રૂમમાં તથા બાથરૂમમાં જોવા મળી, જાણે કે આપણી સામે તાકીને જોતું હોય એવી રીતે ગોઠવેલી. ઘરમાં બસ ઘુવડ, ઘુવડ, ઘુવડ. સમય હતો એટલે અમે ફેરબૅસમાં ફરવા નીકળ્યા. પહોળા વિસ્તારોમાં પથરાયેલા ફેરબૅન્ક્સમાં પ્રદૂષણમુક્ત નીરવ શાંતિ અનુભવાતી હતી. અહીં જગ્યાની અછત નથી, ગીચ વસ્તી નથી. કાયમી વસવાટ માટે સૌ કોઈને નિમંત્રણ છે, પણ અહીં અંધારી દીધ રાત્રિની જીવલેણ ઠંડીમાં રહેવા આવે કોણ ? અમે અલાસ્કન યુનિવર્સિટી જોઈ. યુનિવર્સિટીમાં અમે મ્યુઝિયમ જોયું. ત્યાં જોવા જેવી, ખાસ તો જુદી જુદી જાતિઓને લગતી વસ્તુઓ ઘણી છે, પરંતુ અમારું વિશેષ ધ્યાન ખેંચ્યું પ્રવેશદ્વાર પાસે કાચમાં રાખેલી એક મોટી જંગલી ભેંસે. મસાલો ભરીને રાખેલી એ કદાવર ભેંસનું શબ પાસેના ધ્રુવપ્રદેશના બરફમાંથી ખોદકામ કરતાં મળી આવ્યું હતું. જ્યારે શબ મળ્યું ત્યારે એનાં લોહીમાંસ એવાં જ તાજાં હતાં, જાણે કે થોડી વાર પહેલાં જ મૃત્યુ પામી ન હોય ! પરંતુ વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને જણાવ્યું કે ભેંસનું શરીર ઓછામાં ઓછું પાંચ હજાર વર્ષ જૂનું છે. દૂરથી કોઈ એસ્કિમોએ કરેલા ઘાતક પ્રહારની નિશાની એના શરીર પર દેખાતી હતી. ત્યાં લોહી થીજી ગયું હતું. બરફના તોફાનને લીધે એસ્કિમો ભાગી ગયા હશે અને ભેંસ મરીને ત્યાં બરફમાં દટાઈ ગઈ હશે. એમ કરતાં હજારો વર્ષ પસાર થઈ ગયાં હશે. આવી રીતે કુદરતી બરફમાં દટાયેલું શબ એવું ને એવું જ રહે છે, એને Permafrost કહે છે. ફેરબૅન્ક્સમાં ચૂકવા ન જેવો એક અનુભવ તે ઉત્તર ધ્રુવપ્રદેશનાં ચલચિત્રો જોવાનો છે. અમે એક ચલચિત્ર જોયું, એમાં એકસાથે આજુબાજુમાં રાખેલા ત્રણ પડદા પર એવાં દશ્યો બતાવવામાં આવ્યાં કે જાણે આપણે સાક્ષાત્ હેલિકૉપ્ટરમાં બેસીને નજીકથી જોતા હોઈએ. હેલિકૉપ્ટર એવા અચાનક વળાંક લે કે પડી જવાની બીકે આપણે ખુરશીનો દાંડો પકડી લઈએ. દિલ ધડક ધડક કરે એવું આ ચલચિત્ર જોવાનું કાચાપોચાનું કામ નહિ. હૃદયરોગના દર્દીઓએ આ ન જોવું એવી ચેતવણી બહાર લખેલી જ હતી. બીજું એક Northern Lights નામનું ચલચિત્ર જોયું. એમાં ધ્રુવરાત્રિમાં આકાશમાં જોવા મળતા ભૂરા-લીલા પ્રકાશના બદલાતા જતા લિસોટાઓ (Aurora Borealis) જાણે સાક્ષાત્ જોતા હોઈએ એવો અનુભવ થયો. Jain Education International ૨૫૮ * પ્રવાસ-દર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy