________________
સાંજે અમે ઘરે પાછા ફર્યા. નેન્સી સાથે અગાઉથી વાત થઈ ગઈ હતી તે મુજબ હાથે રસોઈ બનાવવા માટે અમે સાથે દાળ, ચોખા, લોટ, મરીમસાલા લીધાં હતાં. મારાં પત્નીએ ગુજરાતી રસોઈ બનાવી તે નેન્સીને બહુ ભાવી. જમતાં પહેલાં અમે પ્રાર્થના કરી એમાં પણ તેઓ જોડાયાં.
ફેરબૅક્સથી અમે એક દિવસ દેનાલી પાર્ક અને એક દિવસ પોઈન્ટ બેરો જઈ આવ્યા. નેન્સી સાથે અમારે સ્વજન જેવી આત્મીયતા થઈ ગઈ. તેઓ ઘરમાં ઉપરના માળે રહેતાં હતાં. એક વખત તેઓ પોતાના ઘરમાં લઈ ગયાં. ઉપરનું ઘર તે વળી બીજું સંગ્રહસ્થાન જોઈ લ્યો ! એક જોઈએ અને એક ભૂલીએ એવી કલાકૃતિઓ હતી. ત્યાં પણ જાતજાતનાં ઘુવડ. ઘુવડના રંગ જેવા રંગના પથ્થરમાંથી કંડારેલું એક સરસ મોટું ઘુવડ બતાવીને નેન્સીએ પૂછ્યું, “આ કેવું લાગે છે ?'
સરસ, જાણે જીવતું ઘુવડ જોઈ લ્યો.' આ માદા ઘુવડ છે.” “એમ? અમને એમાં ફરક શો છે તે ખબર ન પડે.”
પક્ષીઓના જે અભ્યાસી હોય એને તરત ખબર પડે, પણ તમને એનાં બચ્ચાં દેખાય છે ?”
ના.' તમારી આંખ ધીમે ધીમે ઘુવડની આંખ સુધી લઈ જાઓ.’
મેં ઘુવડની આંખ પાસે મારી આંખ રાખી. ક્ષણવાર પછી આંખ સ્થિર થઈ ત્યારે ઘુવડની મોટી આંખોના પારદર્શક કાચમાંથી જોતાં અંદર ઘુવડનો માળો અને એમાં બે બચ્ચાં દેખાયાં. તરત મારા મુખમાંથી ઉગાર સરી પડ્યા, “વાહ વાહ, અદ્ભુત ” કારીગરે આંખોની બખોલ સાચવીને ઘણી ઊંડી કોતરી છે. પછી માળા જેવી રચના કોતરી છે અને ત્યાર પછી બે નાનાં બચ્ચાં અંદર સરકાવીને, ગોઠવીને આંખોને કાબરચીતરા પણ પારદર્શક કાચથી મઢી લીધી છે. કલાકારો પણ પોતાની કલ્પનાશક્તિ કેવી સરસ ચલાવે છે ! અમે વારંવાર એ બચ્ચાં જોયાં કર્યા.
નેન્સીએ બીજા એક કબાટમાં ગોઠવેલી એક મૂર્તિ બતાવી. બદામી રંગના આરસમાંથી કંડારેલી દશેક ઇંચ જેટલી એ મૂર્તિ બતાવતાં નેન્સીએ કહ્યું : “હનુમેન.” અરે ! આ તો હનુમાનજી. એ મૂર્તિ જોઈને અમને નેન્સી પ્રત્યે આદરભાવ થયો. એમાં વળી એમણે જ્યારે કહ્યું કે આ શક્તિ અને સંરક્ષણના દેવમાં –The God of Power and Protection-માં પોતાને શ્રદ્ધા છે અને પોતે રોજ દર્શન કરે છે ત્યારે અમારો આદરભાવ વિશેષ વૃદ્ધિ પામ્યો. એમને રામાયણની કથાની ખબર હતી.
ફેરબૅક્સનાં નેન્સી હોમબર્ગ * ૨૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org