________________
જગ્યા પસંદ કરી. હવે તને ન ગમે તે કેમ ચાલે ! આપણે અહીં રહેવા સિવાય છૂટકો નથી.'
‘તમારે રહેવું હોય તો રહેજો. હું અહીં રહેવાની નથી. મારે તો નદીમાં પાણીની વચ્ચે આવેલા ટાપુમાં ચોવીસ કલાક રહેવાની નૈસર્ગિક જિંદગી માણવી છે.'
આમ પતિપત્ની વચ્ચે તકરાર ઉગ્ર બની ગઈ. પત્ની બંગલો છોડીને ચાલી ગઈ. થોડે દૂરના પેલા ટાપુ ઉપર નાની મહૂલી જેવું બનાવડાવીને તે ત્યાં એકલી રહેવા લાગી. પતિપત્ની આમ ટાપુને કારણે કાયમને માટે છૂટાં પડ્યાં. કોઈ કોઈ વ્યક્તિને ટાપુના જીવનનું કેટલું બધું ઘેલું હોય છે તે આ ઘટના પરથી સમજી શકાય છે.
થાઉઝન્ડ આઇલૅન્વસની સફરમાં અમે વર્તમાનમાં પ્રકૃતિની રમણીયતાનું સૌંદર્ય માણતાં માણતાં ભૂતકાળના ઇતિહાસમાં ખોવાઈ જતા હતા. સાંજે ટેકરીઓ પાછળના સૂર્યાસ્તનું સોહામણું દૃશ્ય નિહાળી અમે સફર પૂરી કરી પાછા ફર્યા.
(પાસપોર્ટની પાંખે-૨ : ઉત્તરાલેખન)
સહસ્ત્ર દ્વીપના પ્રદેશમાં ૯ ૨૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org