________________
‘ના, એમ નથી. પહેલાં આલીશાન બંગલો બંધાયો અને પછી મઢુલી બંધાઈ !'
‘એમ ? એવું કરવાનું કંઈ કારણ ?'
ગાઇડે કહ્યું, ‘એની રસિક કથા છે. એમ કહેવાય છે કે ગયા સૈકામાં કોઈ એક અત્યંત ધનાઢ્ય વેપારી પોતાની પત્નીને લઈને હજાર ટાપુના આ વિસ્તારમાં ફરવા આવ્યો હતો. આ રમણીય પ્રદેશ જોઈને એની પત્ની તો ગાંડીઘેલી થઈ ગઈ. એને એવા ભાવ જાગ્યા કે બસ, હવે શેષ જીવન
આ નદીની વચ્ચે કોઈ મઝાના ટાપુ ઉપર સરસ ઘર બંધાવીને તેમાં પસાર કરવું. ધનની તેઓને કોઈ કમી નહોતી. એણે તો હઠ લીધી કે, ‘બસ, આપણે હવે અહીં જ રહેવા આવીએ. સારામાં સારો ટાપુ ખરીદીને ત્યાં સારામાં સારું ઘર બંધાવી આપો.'
શ્રીમંત વેપારીએ સારામાં સારા નિષ્ણાત માણસો સાથે આવીને લોરેન્સ નદીના ૧૮૭૨ જેટલા બધા જ ટાપુઓનું બંગલો બાંધવાની દૃષ્ટિએ નિરીક્ષણ કર્યું. પરંતુ એક ણ ટાપુ એને પસંદ પડ્યો નહિ. છેવટે એણે નિષ્ણાતોની સલાહ અનુસાર નદીના કિનારે એક ખડકાળ જગ્યામાં વિશાળ બંગલો બંધાવવાનું ચાલુ કર્યું. બંગલામાં જુદા જુદા ખંડો અને તેમાં કીમતી રાચરચીલું કરાવ્યું. બહાર ત૨વા માટેનો હોજ, ઘાસનાં લોન, ટેનિસ કોર્ટ, રમતગમતના વિભાગ, પોતાનું જુદું પાવર સ્ટેશન, નદીમાં ફરવા માટે બોટ વગેરે ઘણું વસાવ્યું. સુરક્ષિતતા માટે બંગલાના વિશાળ કમ્પાઉન્ડની ફરતે મજબૂત ઊંચી દીવાલ બનાવી. પોતાની પત્ની બંગલો જોઈને રાજી રાજી થઈ જશે એની એને પાકી ખાતરી હતી કારણ કે એ માટે એણે નાણાં ખર્ચવામાં કશી મણા રાખી ન હતી.
બંગલો બંધાઈ રહ્યો એટલે તે પોતાની પત્નીને લઈને ત્યાં રહેવા આવ્યો. પત્નીએ બંગલો જોયો. બંગલા તરીકે તે આલીશાન હતો. ઘણી સારી સગવડવાળો તે હતો. પરંતુ બંગલામાંથી નદીનું કે એમાં આવેલા ટાપુઓનું દૃશ્ય દેખાતું નહોતું. એ માટે કાં તો છાપરા પર ચડવું જોઈએ અને કાં તો બંગલાની બહાર આવી નદીના કિનારે પહોંચવું જોઈએ. પત્નીનું મોઢું પડી ગયું. તેણે ચિડાઈને કહ્યું, ‘મેં તમને ટાપુ ઉપર બંગલો બંધાવવા કહ્યું હતું, પરંતુ તમે તો કિનારા ઉપર રજવાડી જેલ ઊભી કરી દીધી. હું આ બંગલામાં રહેવાની નથી.’
પતિએ કહ્યું, ‘આવો સરસ બંગલો બાંધવા માટે એક પણ ટાપુ અનુકૂળ નથી એમ મને અને નિષ્ણાતોને લાગ્યું. એટલે નદીના કિનારા ઉપર આ
૨૭૦ * પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org