________________
માટે એણે ટાપુનું નામ પણ “હાર્ટ આઇલેન્ડ” (હૃદયદ્વીપ) રાખ્યું. ઈ.સ. ૧૯૦૦માં એણે આ બાંધકામ શરૂ કરાવ્યું. અઢી કરોડ ડૉલર જેવી જંગી ૨કમ તો ખર્ચાઈ ગઈ. બાંધકામને ત્રણ વર્ષ પૂરાં થઈ ગયાં. હવે થોડા મહિનાનું બાંધકામ બાકી હતું ત્યાં ૧૯૦૪ના જાન્યુઆરીમાં એની પત્ની લૂઈઝનું અવસાન થયું. બસ, ખેલ ખતમ ! બોલ્ટને ભારે આઘાત લાગ્યો. પત્નીની ચિરવિદાયથી એ ભગ્નહૃદય બની ગયો. બોલ્ટ કેસલનું એનું સ્વપ્ન જરાક માટે અધૂરું રહ્યું. હવે એનું કામ પૂરું કરાવવામાંથી એનો રસ ઊડી ગયો, તે એટલી હદ સુધી કે પછી એણે ક્યારેય ત્યાં પગ મૂક્યો નહિ. એટલું જ નહિ પણ એ જાગીરના માલિકીપણામાં પણ એને રસ રહ્યો નહિ. જાગીર એમ ને એમ ધણીધોરી વગરની પડી રહી અને દિવસે દિવસે બગડતી ગઈ. પત્નીના વિરહમાં થોડાં વર્ષે બોલ્ટનું પણ અવસાન થયું. અને આવડી મોટી જાગીર નધણિયાતી પડી રહી. કોઈ એનો વારસદાર પણ નહોતો. ઠેઠ ૧૯૭૭માં રાજ્યના સત્તાવાળાઓએ આ નદી ઉપર અમેરિકા અને કેનેડાને જોડતો પુલ બાંધવાનો નિર્ણય કર્યો ત્યારે હાર્ટ આઇલેન્ડ અને એની જાગીરની માલિકી પોતાને હસ્તક લઈ લીધી. અને એની મરામત કરાવી પ્રવાસીઓને નિહાળવા માટેનું એક સુંદર કેન્દ્ર બનાવ્યું.
કુદરતની લીલા કેવી અકળ છે !
અમારી સ્ટીમર આગળ ચાલતી હતી. ગાઇડ યુવતીએ કહ્યું, “હવે જમણી બાજુ નજ૨ કરો. તમને લોરેન્સ નદીના કિનારે એક અત્યંત વિશાળ મનોહર બંગલો દેખાશે. વૃક્ષોની ઘટામાં એ કેવો સરસ શોભી રહ્યો છે ! તમને એમાં રહેવાનું ગમે ખરું ? સૌ કોઈએ એકી અવાજે કહ્યું, “આવા સરસ બંગલામાં રહેવાનું કોને ન ગમે ?”
ગાઇડે કહ્યું, “આ તો દૂરથી જોતાં ગમી જાય એવો મઝાનો બંગલો છે પણ તમે અંદર જઈને જુઓ તો તમને ત્યાંથી ખસવાનું મન ન થાય એવો એ બંગલો છે. એ કોનો બંગલો છે તે હું પછી તમને કહું છું. પણ તે દરમિયાન ડાબી બાજુ દૂર એક નાના ટાપુ ઉપર એક મકાન જુઓ ! દેખાયું ?'
“હા...”
એક શ્રીમંત પતિપત્નીએ પોતાને રહેવા માટે આ ઘર બંધાવેલાં. તમે મને કહેશો કે આમાં પહેલું ઘર કયું બંધાયું અને પછી કયું બંધાયું ?
દેખીતું જ છે કે આ મહૂલી જેવું ઘર પહેલાં બંધાયું હશે અને પછી આ આલીશાન બંગલો બંધાયો હશે !”
સહસ્ત્ર દ્વીપના પ્રદેશમાં ૯ ૨૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org