SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ અને કૅનેડાની સરહદ આ નદીના પાણીમાંથી પસાર થાય છે. નદીના વહેતા પાણીમાં બરાબર કઈ જગ્યાએ સરહદ છે એની ખબર પડે એટલા માટે થોડે દૂર બે નાના ટાપુઓ જે દેખાય છે તેને જોડતો તેના ઉપર તેઓએ રમકડાં જેવો અર્ધ વર્તુળાકાર સફેદ પુલ બાંધ્યો છે. પુલની એક બાજુ અમેરિકા છે અને બીજી બાજુ કૅનેડા છે. પુલની સીધી લીટીએ નદીના પાણીમાં એક કિનારાથી બીજા કિનારા સુધી અમેરિકા અને કૅનેડાની સરહદ પડે છે. અહીં પ્રવાસીઓ, માછીમારો વગેરે કોઈ પણ પ્રકારની રોકટોક વગર સરહદ ઓળંગી શકે છે. એટલા માટે જ સરહદી પુલનો રંગ સફેદ રાખ્યો છે, જે રંગ સુલેહ અને શાંતિના પ્રતીક જેવો છે. બીજો એક ટાપુ બતાવી ગાઇડે કહ્યું, ‘આ ટાપુનું નામ છે હાર્ટ આઇલૅન્ડ. એમાં આવેલા વિશાળ કિલ્લા જેવી રચનાને બોલ્ટ કેસલ કહેવામાં આવે છે.' પછી અમને બધાને એ બોલ્ટ કેસલની મુલાકાત માટે લઈ જવામાં આવ્યા. માણસ ધારે છે શું અને કુદરત કરે છે શું તેનો વિચાર આ બોલ્ટ કેસલનો ઇતિહાસ સાંભળીને આવ્યા વગર રહે નહિ. જ્યોર્જ બોલ્ટ નામનો એક કોટ્યાધિપતિ પોતાની પત્ની લૂઈઝે (Louise)ને લઈને આ ટાપુઓ જોવા આવેલો. તેઓને આ રમણીય પ્રદેશનું એટલું બધું આકર્ષણ થયું કે પત્નીએ ઇચ્છા બતાવી કે અહીં એક સરસ ઘર કરાવી આપો કે જેથી વારંવાર આવીને અહીં રહી શકાય. બોલ્ટ પોતાની પત્નીને બહુ જ ચાહતો હતો અને એનો પડ્યો બોલ ઝીલવા હંમેશાં તત્પર રહેતો. પત્નીએ જેવી ઇચ્છા દર્શાવી કે તરત બોલ્ટે સારામાં સારો આર્કિટેક્ટ રોકી, સારામાં સારો ટાપુ ખરીદી લઈને ત્યાં રાજમહેલ જેવો વિશાળ બંગલો બંધાવવાનું ચાલુ કર્યું. ૧૨૦ સુશોભિત ઓરડાવાળું સાત માળનું પોતાનું રહેવા માટેનું મકાન, થોડે દૂર મહેમાનો માટેનાં મકાનો, નોકરચાકર માટે મકાનો, પોતાની બોટના ખલાસીઓ માટે જુદું મકાન એવાં બીજાં અગિયાર મકાનો તથા વીજળી માટે પાવરહાઉસ જેવું જુદું તથા એક ટાવર જેવું મકાન, તરવાનો હોજ, ટેનિસ કોર્ટ, જુદા જુદા બગીચા કરાવ્યા તથા આખી જાગીરને ફરતે કિલ્લા જેવો ઊંચો કોટ કરાવ્યો. બોલ્ટને પોતાનાં પત્ની પ્રત્યેના પ્રેમના પ્રતીક તરીકે હૃદયની આકૃતિ બહુ ગમતી હતી. એણે બંગલામાં, દીવાલોમાં, છતમાં ઠેર ઠેર હૃદયની આકૃતિ કોતરાવી તથા એવી ચિત્રાકૃતિઓ અને શિલ્પાકૃતિઓ પણ ખરીદીને જુદા જુદા ઓરડામાં ગોઠવાવી. બસોથી વધુ એવી હાર્ટની આકૃતિઓથી સભર એવી આ જગ્યા ૨૬૮ * પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy