SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ પનામાં (દ. અમેરિકા) રિઓ-ડી-જાનેરોથી પાછાં ફરતાં મધ્ય અમેરિકામાં પનામા જવાનો અમારો કાર્યક્રમ હતો, પરંતુ અમારી ફલાઈટમાં અચાનક ફેરફાર થઈ ગયો હતો. એટલે રિઓ જવાને બદલે પહેલાં પનામા અમારે જવાનું થયું. મારાં પત્ની અને હું કુરાસાઓ ટાપુથી સવારનાં પનામાં માટેની ફલાઈટમાં બેઠાં. વિમાનમાંથી કેરિબિયન સમુદ્રમાં કેટલાક છૂટાછવાયા ટાપુઓ દેખાયા. ત્યાર પછી પનામાં આવ્યું. વિમાનની એક બાજુની બારીમાંથી પેસિફિક અને બીજી બાજુની બારીમાંથી એટલાન્ટિક મહાસાગર દેખાતા હતા. વિમાન નીચે ઊતરતાં પનામાના ટોકમેન ઍરપોર્ટનો રન-વે દેખાયો. તે ઘણો જ મોટો અને સરસ હતો, પરંતુ લંડન, ટોક્યો કે ન્યૂ યોર્કમાં જેમ એરપોર્ટ ઉપર સંખ્યાબંધ વિમાનો હારબંધ ઊભેલાં દેખાય છે તેવું પનામામાં કશું દેખાયું નહિ. અરે, મુંબઈમાં સાંતાક્રુઝ-સહાર ઍરપૉર્ટ જેટલી અવરજવર પણ ત્યાં નહોતી. અહીં વિમાનો આવે અને તરત ઊડે, કારણ કે મોટા ભાગનાં વિમાનો બીજા દેશોનાં હોય. પનામાનાં પોતાનાં વિમાનો ઝાઝાં નહિ, એટલે વિશાળ એરોડ્રોમ ખાલી ખાલી લાગે. કુરાસાઓથી પનામા ઊતરનાર અમે થોડા પ્રવાસીઓ હતા. નવું જ બાંધેલું આંતરરાષ્ટ્રિય એરપોર્ટનું સ્વચ્છ મકાન ઊંચા ઊંચા બે માળવાળું અને ઘણી મોકળાશવાળું હતું. જ્યાં જુઓ ત્યાં પ્રવાસીઓ માટે પુષ્કળ ખુરશીઓ અને સોફા. પણ બેસવાવાળા પ્રવાસીઓ બહુ નહિ. અમેરિકાની સહાયથી ૨૭૨ ઝક પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy