SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શાહની ઈચ્છા એવી હતી કે અમારે અબુ ધાબી અવશ્ય જવું જોઈએ અને ખાસ તો ત્યાંની શેરાટોન (Sheraton) હોટેલ જોવી જોઈએ. હોટેલ જોવાનું વળી અમારે શું પ્રયોજન હોય ? પરંતુ એનું કારણ એ હતું કે નવીનભાઈ વર્ષોથી દુબઈમાં રહે છે, સુપ્રસિદ્ધ એન્જિનીઅર છે અને આરબ અમીરાતમાં જે કેટલીક હોટેલો, મસ્જિદો, મકાનો વગેરે એમની કંપની દ્વારા બંધાયાં છે તેની ડિઝાઈનમાં એમનું સવિશેષ યોગદાન રહેલું છે. તેમાંની એક તે અબુ ધાબીની પ્રથમ નંબરની હોટેલ શેરાટોન છે. દુબઈમાં રોજેરોજ મિલન, ગોષ્ઠિ, વ્યાખ્યાન વગેરેના અમારા કાર્યક્રમો ગોઠવાઈ ગયા હતા એટલે એ રદ કરીને અબુ ધાબી જવાની અમારી ઈચ્છા નહોતી, પરંતુ નવીનભાઈએ સવારસાંજના કાર્યક્રમો થોડા આઘાપાછા કરાવીને એવી રીતે રસ્તો કાઢ્યો અને પોતે ઓફિસમાંથી રજા લઈ સાથે આવવાનું વચન આપ્યું કે પછી એમના પ્રેમને વશ થવાનું અમારા માટે અનિવાર્ય બની ગયું. અમારે માટે નવી ગાડી અને હોશિયાર ડ્રાઈવરની વ્યવસ્થા થઈ ગઈ. મેં મહિનાના ઉનાળાનો સમય હતો પણ આ બાજુ પર, ઑફિસ, કાર, સ્ટોર્સ બધે જ એરકન્ડિશન ફરજિયાત છે. વળી દુબઈથી અબુ ધાબીનો નવો બનેલો આશરે ૧૮૦ કિલોમીટરનો સીધો વિશાળ ધોરી રસ્તો ગતિસહાયક હતો. નિર્ધારિત સમયે અમારી મંડળીએ પ્રસ્થાન કર્યું. રસ્તામાં અબુ ધાબીના વિકાસની વાતો નીકળી. ભૌગોલિક દૃષ્ટિએ તો સંયુક્ત આરબ અમીરાતનો પ્રદેશ ઓમાનના અખાતમાં આવેલો છે. અરબી સમુદ્રમાં બહારના ભાગમાં માનની સલ્તનત છે, જેનું મુખ્ય બંદર મસ્કત છે. અખાતની અંદરની સાંકડી ખાડીમાં શારજાહ, દુબઈ, અબુ ધાબી, દોહા (કતાર), બહરીન, કુવૈત વગેરે બંદરો આવેલાં છે. સંયુક્ત આરબ અમીરાત એટલે સાત અમીરાતનો સંયુક્ત પ્રદેશ. પ્રત્યેક અમીરાતનો વડો તે શેખ. કિનારાનાં થોડાં બંદરો સિવાય અંદરનો બધો પ્રદેશ તે રણવિસ્તાર. વચમાં ક્યાંક રણદ્વીપ (Oasis) હોય ત્યાં પીવાનું મીઠું પાણી અને હરિયાળી હોય. પગે ચાલીને કે ઊંટ પર સવારી કરીને રણમાં રખડનારા થાક્યાના વિસામા જેવા આવા રણદ્વીપને જોઈને હર્ષિત થઈ જાય. અમીરાતના એક વિશાળ રાજ્યનું કાળક્રમે વિભાજન થતાં સાત રાજ્યો થયાં. બધાં વચ્ચે સંપ, જ્યાં વસ્તી નથી એવા રણની રેતીમાં સરહદ આંકવાનું મોંધું, મુશ્કેલ અને અનાવશ્યક લાગે. ઈતર પ્રદેશમાં નદી, સરોવર, સાગર, ખીણ, પર્વત, જંગલ જેવી કુદરતી રચના સરહદ આંકવામાં ઉપયોગી અબુ ધાબીની સાંજ : ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy