SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ અબુ ધાબીની સાંજ (આરબ અમીરાત) આધુનિક કાળમાં અચાનક ભાગ્યપલટો થયો હોય એવાં નગરોમાં સિંગાપુર, દુબઈ વગેરેની જેમ અબુ ધાબીને પણ ગણાવી શકાય. ચારપાંચ દાયકા પહેલાં, બ્રિટિશ શાસનકાળ દરમિયાન, અબુ ધાબીના કિલ્લાની ઊંચી ઊંચી દીવાલો એની અંદર આવેલાં ખોરડાં પ્રત્યે ગર્વ અને તુચ્છકારની નજરે જોતી હતી. હવે પોતાની આસપાસ ઊભાં થયેલાં પચીસ-ત્રીસ માળનાં તોતિંગ, રોનકદાર હારબંધ મકાનો આગળ વામણી લાગતી એ દીવાલો શરમથી નીચું જોઈ જોઈને જર્જરિત કે ખંડિત થઈ ગઈ છે. ધરતીના પેટાળમાંથી ઊડેલા તેલના ફુવારાએ સાઉદી અરેબિયાની જેમ સાત નાનાં નાનાં રાજ્યોના બનેલા સંયુક્ત આરબ અમીરાત (Emirate) ની પણ સિકલ બદલી નાખી છે. એ સાતમાં મોટામાં મોટું રાજ્ય તે અબુ ધાબીનું છે. એટલે સંયુક્ત આરબ અમીરાતનું પાટનગર પણ અબુ ધાબી જ છે. ચારપાંચ દાયકા પહેલાં અઢી-ત્રણ હજારની વસ્તીવાળા અબુ ધાબીને છોડીને ગયેલો એનો કોઈ નાગરિક જો અત્યારે અચાનક પહેલી વાર આ અઢી-ત્રણ લાખની વસ્તીવાળા નાના મેનહટ્ટન (ન્યૂયૉર્કના) જેવા અબુ ધાબીને જુએ તો માની ન શકે કે એ પોતાનું વતન છે. જાણે કોઈ સ્વપ્ન જોતો હોય એવું એને ભાસે ! અબુ ધાબી જવાનો અમારો કોઈ કાર્યક્રમ નહોતો, પરંતુ દુબઈના અમારા પ્રવાસ દરમિયાન અમારા મિત્ર દુબઈનિવાસી ધર્મપ્રેમી નવીનભાઈ ૬૮ ૯ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy